[ad_1]

સાણંદની ઑનર કિલિંગની ચકચારી ઘટના
પ્રેમલગ્ન કરનારાં બહેન-બનેવીને જાહેરમાં રહેંસી નાંખેલા, કૃત્ય ‘રેરેસ્ટ ઓફ રેર’ :કોર્ટ
અમદાવાદ : સાણંદમાં ગર્ભવતી બહેન અને બનેવીની ચપ્પુના ઘા મારી હત્યા કરનારા આરોપી હાર્દિક પ્રહલાદભાઇ ચાવડાને ગ્રામ્ય કોર્ટે ફાંસની સજા ફટકારી છે. બહેને પ્રેમલગ્ન કર્યા હોવાનો રોષ રાખી ભાઇએ જાહેરમાં હત્યા કરી હતી. કોર્ટે આ કૃત્યને રેરેસ્ટ ઓફ રેર અને સામાજિક વ્યવસ્થા માટે ખતરારૂપ ગણાવી ફાંસીની સજા કરી છે તેમજ આરોપીના બનેવીના માતા-પિતાને રૂપિયા દસ લાખનું વળતર ચૂકવવાનો નિર્દેશ કર્યો છે.
આ કેસની વિગત એવી છેક ે છારોડીમાં પોતાના મામાને ત્યાં રહેલી કાજલ ચાવડાને તે વિસ્તારમાં રહેતા વિશાલ પરમાર સાથે પ્રેમ થયો હતો. જો કે બન્નેની જ્ઞાાતિ અલગ હોવાથી પરિવારની મરજી વિરૂદ્ધ તેમણે લગ્ન કર્યા હતા અના લગ્ન બાદ સાણંદમાં રહેવાનું શરૂ કર્યું હતું. 26-9-2018ના રોજ કાજલને ચાર મહિનાનો ગર્ભ હતો તે સમયે એક દિવસ અચાનક તેનો ભાઇ હાર્દિક આવી ચડયો હતો.
હાર્દિેકે બહેનના ઘરે જઇ દરવાજો ખખડાવ્યો હતો અને કાજલે દરવાજો ખોલતાં જ હાર્દિકે ઝનૂનપૂર્વક ચપ્પુના આઠ ઘા માર્યા હતા. આ ઘટનાથી હેબતાઇ ગયેલો તેનો પતિ વિશાલ દોડીને પાડોશીને ત્યાં જતો રહ્યો હતો. જો કે આરોપી તેની પાછળ ગયો હતો અને વિશાલને પણ ચપ્પુના 17 ઘા મારી તેનું ઢીમ ઢાળી દીધું હતું.
કેસની ટ્રાયલ બાદ ગ્રામ્ય કોર્ટના એડિશનલ સેશન્સ જજ જે.એ. ઠક્કરે આ કૃત્યને રેરેસ્ટ ઓફ રેર ગણાવ્યું છે અન આરોપીને ફાંસની સજા ફટકારી છે. કોર્ટે નોંધ્યું છે કે ઑનર કિલિંગની આ ઘટના અતિક્રૂર છે અને આવાં આરોપીનું સમાજમાં પુન:સ્થાપન અશક્ય છે. તેથી સમાજમાં કાયદાનો ડર રહે તે માટે આરોપીને ફાંસની સજા થવી જરૂરી છે.
[ad_2]
Source link






