કોર્પોરેશનના વિભાગો વચ્ચેના સંકલનના અભાવને કારણે આર્ટ ગેલેરીના મુદ્દે વિલંબ

On: March 4, 2022 11:04 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, 04 માર્ચ, 2022

વડોદરા શહેરમાં આર્ટ ગેલેરી માટે ઝઝૂમી રહેલા કલાકારોએ મેંયરની મુલાકાત યોજી આર્ટ ગેલેરી વહેલી તકે ફાળવવા વેદના સાથે રજૂઆત કરી હતી.

વડોદરા શહેર કલા નગરી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ હાલમાં કલાને પ્રદર્શિત માટે આર્ટ ગેલેરી નથી. કલાકરો દ્વારા આર્ટ ગેલેરી બાબતે અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. મહેસુલ મંત્રીએ પણ  ન્યાય મંદિરમાં આર્ટ ગેલેરીનું નિર્માણ કરવા પાલિકાને સૂચન કર્યું હતું. કોર્પોરેશન દ્વારા આર્ટ ગેલેરી બદામડીબાગ ખાતે કાર્યરત કરવાનું આયોજન હાથ ધર્યું છે. અવાર નવાર રજૂઆતોથી નાસીપાસ થયેલા કલાકારોએ પુનઃ મેયરને રજુઆત કરી હતી. સાથે આંતરિક વિખવાદના પગલે આર્ટ ગેલેરી માં વિલંબ થતો હોવાના આક્ષેપ કર્યા હતા. જ્યારે મેયરે  કલાકરોને કોઈ પણ પ્રકારનું નુકશાન ન થાય અને આર્ટ ગેલેરી જલ્દી થી મળે તે દિશામાં ઝડપી પ્રયાસો હાથ ધર્યા હોવાનું જણાવ્યું હતું.

વડોદરાના ફોટોગ્રાફર પુલકિત દવે એ જણાવ્યું હતું કે કોર્પોરેશનના વિવિધ વિભાગો અને ભાજપના આગેવાનો વચ્ચેના સંકલનના અભાવને કારણે વડોદરાની કલાનગરીને આર્ટ ગેલેરી મળવામાં વિલંબ થઈ રહ્યો છે અગાઉ મુખ્યમંત્રી સુધી પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!