યુક્રેનમાં સુરત સહિત દ.ગુજરાતના 1000 થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા

On: February 25, 2022 5:44 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– યુનિવર્સિટી અને મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરતા સંતાનોના
વાલીઓમાં ચિંતા
: સુરત કલેકટરને 29 વિદ્યાર્થીઓના વાલીઓએ સંપર્ક
કર્યો

     સુરત

રશિયાએ
યુક્રેનના શહેરો પર હુમલો કરતા ત્યાં ભણી રહેલા સુરતના વિદ્યાર્થીઓની સલામતી અને
સુરક્ષાને લઇને વાલીઓ ચિંતિત થઇ ઉઠતા આજે વાલીઓ ભેગા મળીને જિલ્લા કલેકટરને મળીને
સુરક્ષિત પાછા આવે તે માટે રજુઆત કરાઇ હતી.હાલમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં
29 વિદ્યાર્થીઓના વાલીઓએ
સંર્પક કર્યો છે. જો કે આંકડો
1000 થી વધુ હોવાનું ટ્રાવેલ્સના
સુત્રો જણાવી રહ્યા છે.

છેલ્લા ઘણા
દિવસોથી રશિયા યુક્રેન પર હુમલો કરશે તેવી ચાલી રહેલી દહેશતનો આજે અંત આવ્યો હતો. યુક્રેનની
બે શહેરો પર કબ્જે કરીને બોમ્બાર્ડીંગ શરૃ થતા જ હાલત ખરાબ થઇ ગઇ છે.રશિયા દ્વારા થઇ
રહેલા હુમલાના પગલે સ્ટેટ ઇમરજન્સી જાહેર કરી દેવાતા ઘરમાં  જ લોક થઇ ગયા છે
. જેમાં સુરતથી યુક્રેનના અલગ અલગ શહેરોમાં મેડિકલ
કોલેજમાં ભણવા ગયેલા વિદ્યાર્થીઓની હાલત કફોડી થઇ ગઇ છે. એર સ્પેસ બંધ કરી દેવાતા ટિકિટ
હોવા છતા પણ આવી શકે તેમ નથી. અને ત્યાં સતત બોમ્બ ફુટી રહ્યા હોવાથી ચિંતિત વાલીઓએ
સ્થાનિક કોર્પોરેટર દિપેશ પટેલનો સંર્પક કરીને આજે જિલ્લા કલેકટર આયુષ ઓકને રજુઆત કરીને
સુરક્ષિત પાછા લાવવા માંગ કરાઇ હતી. સુરત જિલ્લા કલેકટરે જણાવ્યુ હતુ કે યુદ્વ શરૃ
થતા જ અમારી પાસે વિગતો મંગાવવામાં આવતા અત્યાર સુધી ૨૯ વિદ્યાર્થીઓના વાલીઓએ અમારો
સંર્પક કર્યો છે. અને આ તમામ વિદ્યાર્થીઓની માહિતી અમોએ વિદેશ મંત્રાલયમાં મોકલી આપી
છે.

સુત્રોના
જણાવ્યા મુજબ સુરત તેમજ દક્ષિણ ગુજરાતમાંથી મેડિકલનો અભ્યાસ કરવા માટે જુદી જુદી યુનિવર્સિટીમાંથી
અંદાજે
1000 થી વધુ વિદ્યાર્થીઓ ત્યાં રહેતા છે. અને તેઓની સ્થિતિ એવી છે કે ઘરની બહાર
નિકળી નહીં શકતા હોવાથી વતન પરત ફરવુ મુશ્કેલ હોવાથી વાલીઓમાં ચિંતાનું મૌજુ ફરી વળ્યુ
છે.


જે
વિદ્યાર્થીઓનો સંપર્ક નહી થતો હોય તેવા વાલીઓ વિગતો મોકલી આપે
: સુરત કલેકટર

યુક્રેનમાં
યુદ્વની સ્થિતિ સર્જાતા વાલીઓએ જિલ્લા કલેકટર આયુષ ઓકને રજુઆત કરતા તેમણે જણાવ્યુ
હતુ કે હાલમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરીમાં જેટલા પણ યુક્રેનમાં વિદ્યાર્થીઓ ભણી
રહ્યા છે
, તેની વિગતો મંગાવાઇ રહી છે. વાલીઓએ પોતાના સંતાનોની વિગતો ડિઝાસ્ટર
મેનજમેન્ટમાં મોકલવાની રહેશે. જો સુરત જિલ્લાના વિદ્યાર્થીઓ હશે તો તેમણે સંબંધિત
મામલતદારને વિગતો આપવાની રહેશે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે યુક્રેનમાં અભ્યાસ
કરતા સંતાનનો સંર્પક થતો ના હોય કે વાતચીત કરી શક્યા ના હોય તો અમારો સંર્પક
કરવાનો રહેશે. વાલીઓએ વિદ્યાર્થીનો કોન્ટ્રેક નંબર
, યુક્રેનમાં
જે શહેરમાં રહેતા હોય ત્યાંનું સરનામુ
, જે યુનિવર્સિટીમાં
ભણતા હોય તે યુનિવર્સિટીનું સરનામુ અને પાસપોર્ટ મોકલવાનો રહેશે. અમો આ બધુ વિદેશ
મંત્રાલયમાં મોકલી આપીશુ.

યુક્રેનની
આ યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે

લવીલ મેડિકલ કોલેજ, બુકોવિનીયા મેડિકલ કોલેજ,
વિનીશીયા મેડિકલ કોલેજ, કીવ નેશનલ મેડિકલ
કોલેજ
, ટર્નોપીલ નેશનલ મેડિકલ યુનિવર્સિટી, સુમી મેડિકલ યુનિવર્સિટી, શીનો નેશનલ મેડિકલ
યુનિવર્સિટી
, ખારકીવ નેશનલ મેડિકલ યુનિવર્સિટી, બ્લેક શી નેશનલ યુનિવર્સિટી

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!