[ad_1]

– ઇસરોથી
માંડીને દેશ-વિદેશથી મળેલા પ્રોજેક્ટ માટે રૃા.25 કરોડ પૈકી રૃા.7 કરોડની
ગ્રાન્ટ મળી ગઇ છે
સુરત
ઇચ્છાનાથ
સ્થિત એસવીએનઆઇટીને આકાશમાંથી લઇને છેક દરિયા સુધીમાં વિવિધ સંશોધન કરવા માટે ઇસરો
થી લઇને દેશ-વિદેશમાંથી રોબોટ,
પાણી, મોબાઇલ, મેટ્રો ટ્રેન
સહિતના વિવિધ ૩૧ જેટલા રીસર્ચ પ્રોજેકટ મળ્યા છે.
આ માટે રૃા.૨૫ કરોડ પૈકી ૭ કરોડની ગ્રાન્ટ મળી ચૂકી છે.
કોરોનાકાળમાં
સંશોધનની અટકી પડેલી કામગીરી ફરીથી જોર પકડતા સુરતના ઇચ્છાનાથ સ્થિત સરદાર
વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી ( એસવીએનઆઇટી) માં એક પછી એક એક થી ત્રણ
વર્ષ માટે સંશોધન પ્રોજેકટ પર કામગીરી થઇ રહી છે. જે અંગે વધુ માહિતી આપતા
એસવીએનઆઇટીના ઇન્ચાર્જ ડાયરેકટર પ્રો. ડૉ. આર.વી.રાવે જણાવ્યુ હતુ કે છેલ્લા એક
વર્ષમાં સંશોધન માટે ૩૧ પ્રોજેકટ મળ્યા છે. આ ઉપરાંત આ વખતે બજેટમાં એજયુકેશન
મંત્રાલયમાંથી ૧૬૫ કરોડ ફાળવી આપ્યા છે. જેમાંથી ૧૦૦ કરોડ જમા થઇ ગયા છે. જેમાંથી
નવુ વહીવટી ભવન, બે કલાસરૃમ કોમ્પલેક્ષ, ૫૦૦ વિદ્યાર્થીઓ રહી શકે
તેવી હોસ્ટેલ અને ટાઇપ-થ્રીના ૮૦
એપાર્ટમેન્ટ બનાવાશે. હાલમાં જે પ્રોજેકટ પર રીર્સચ ચાલી રહ્યુ છે.
એસવીએનઆઇટીમાં
આ વખતની ખાસ બાબત એ છે કે આ વર્ષે જોબ પ્લેસમેન્ટમાં બીટેકના ૭૦૦ માંથી ૫૨૫
વિદ્યાર્થીઓને ઉચા સ્કેલ પર નોકરી મળી છે. જેમાં રૃા.૩ લાખથી ૫૧ લાખ સુધીનુ પેકેજ
મળ્યુ છે. આ ઉપરાંત દેશ વિદેશમાં ૬૯ એમઓયુ થયા છે.
[ad_2]
Source link






