કલછાવાડા ગામની સીમમાં 1.50 લાખની લૂંટમાં ચાર શખ્સો પકડાયા

On: February 23, 2022 4:38 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

પોશીના,તા. 22

  પોશીના તાલુકાના કલછાવાડ
ગામની સીમમાં ગુરૂવારે બપોરે ભારત ફાયનાન્સના બે કર્મચારીઓને આંતરી ધોકા વડે હુમલો
કરી ૧.૫૦ લાખની લૂંટની ઘટનાને અંજામ આપનાર ટોળકીના સભ્યો પૈકી પોશીના પોલીસે બાતમીના
આધારે ચાર આરોપીઓને રૂપિયા ૩૩
,૭૦૦/- ની
રોકડ રોકમ અને ટેબલેટ (કી. રૂ. ૨૦૦૦) કુલ કી. રૂ. ૩૫
,૭૦૦/- ના મુદ્દામાલ
સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોશીના પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેકટર આર. જે. ચૌહાણ અને પોલીસ
સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે
, તાલુકાના કલછાવાડ
ગામની સીમમાં ગુરુવારે બપોરે ભારત ફાયનાન્સના બે કર્મચારીઓ પર ધોકા વડે હુમલો કરી ૧.
૫૦ લાખની લૂંટની ઘટનાને અંજામ આપનાર આરોપીઓ હાલમાં પોશીના તાલુકાના કાલીકાંકર ગામે
ભેગા થયા છે.

જે બાતમીના આધારે કાલીકાંકર ગામે ખાદરા ફળા વિસ્તારમાંથી લૂંટ
કેસના ચાર આરોપીઓને રૂપિયા ૩૩
,૭૦૦/- ની
રોકડ રકમ અને ટેબલેટ (કી. રૂ. ૨૦૦૦) કુલ કી. રૂ. ૩૫
,૭૦૦/- ના મુદ્દામાલ સાથે પોશીના પોલીસે ઝડપી પાડી પૂછપરછ કરતાં
આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે
,
તા. ૧૭/૨/૨૦૨૨ ગુરૂવારે
પોશીના તાલુકાના કલછાવાડ ગામે ભારત ફાયનાન્સના કર્મચારીઓની ગામના શુખરામભાઈ હેરાભાઈ
ગમાર તથા છગનભાઈ રેશમાભાઈ ગમારની સાથે રહી લૂંટ કરી હતી.

પોશીના પોલીસે ઝડપાયેલા ચાર આરોપીઓ સામે ગુનો નોંધી લૂંટ કેસમાં
સંડોવાયેલા બીજા આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!