જામનગર તાલુકાના હાપા-શાપર અને નારણપર ગામમાં જુગાર અંગે દરોડા: ત્રણ મહિલા સહિત 15 પત્તાપ્રેમીઓ પકડાયા

On: February 22, 2022 11:05 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર તા, 22 

જામનગર તાલુકાના હાપા, સાપર અને નારણપર ગામમાં પોલીસે જુગાર અંગે દરોડા પાડયા હતા,અને ત્રણ મહિલાઓ સહિત 15 આરોપીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.

જામનગર નજીક હાપામાં પંચકોશી એ. ડીવીઝન પોલીસે દરોડો પાડયો હતો, અને જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલી જયાબેન શીવાભાઈ પારજીયા, મંજુબેન ભનુભાઇ ગુજરાતી, અને અક્ષતા બેન મુકેશભાઈ પટેલ, ઉપરાંત નિલેશ રમેશભાઈ પારજીયા, રમેશભાઇ ભીખાભાઇ કનેજા, તથા ભલાભાઇ કાળાભાઇ મુંધવા ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 41,690ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.

જુગાર અંગેનો બીજો દરોડો જામનગર તાલુકાના શાપર ગામમાં પાડ્યો હતો. ત્યાંથી ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા ભરતભાઈ જીણાભાઈ ખાખલા, ખેતાભાઇ દાનાભાઈ પરમાર જીવાભાઈ માલાભાઈ બગડા,રામજીભાઈ લખૂભાઈ ભાંભી અને મોહન દાનાભાઈ ભાંભી વગેરેની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂ.2,090ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

જુગાર અંગેનો ત્રીજો દરોડો જામનગર તાલુકાના નારણપર ગામમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલા ઉમેદભાઈ કેશુભાઈ ચાંદ્રા, ધીરજલાલ ગોકળભાઈ ગંઢા, તુલસીભાઈ નંદલાલભાઇ માલવિયા અને કાનજીભાઈ મનસુખભાઈ ચાંદ્રાની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 10,100ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!