[ad_1]

– કોર્પોરેશનની આવક વધારવા, વિકાસના કામો કરવા અને પ્રાથમિક સુવિધાઓ વધારવા પર ભાર મુકાયો
વડોદરા, તા. 18 ફેબ્રુઆરી
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2021- 22 નું 3687 કરોડનું રિવાઇઝ બજેટ અને વર્ષ 2022-23 નું 3838 .67 કરોડનું ડ્રાફ્ટ બજેટ આજરોજ સમગ્ર સભામાં અંતિમ મંજૂરી માટે સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષએ રજૂ કર્યું હતું .સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ બજેટ સભાના અધ્યક્ષ મેયરને સુપરત કર્યું હતું અને જણાવ્યું હતું કે કોર્પોરેશનની હદમાં જોડાયેલા 7 ગામો ઉપરાંત ઓજી વિસ્તારમાં વિકાસના કામો કરવામાં આવશે .રીવીઝન આકારણી થતા આવકમાં વધારો થશે. મિલકત વેરાની આવકનો અંદાજ 484 કરોડનું રાખ્યો છે. જે વર્ષ 2022-23ના ડ્રાફટ બજેટમાં વધારીને 503 કરોડનો કર્યો છે. ચાલુ વર્ષે બજેટમાં વિકાસના 1300 કરોડના કામો મૂક્યા છે, તેમાંથી 700 કરોડના કામો થઇ ગયા છે અને હજી વધશે. નવા નાણાંકીય વર્ષમાં કોર્પોરેશનને 1340 . 34 કરોડની આવક થશે અને 1296. 03 કરોડના મહેસુલી ખર્ચ થશે. કોર્પોરેશનની આવક વધારવી, પ્રાથમિક સુવિધાઓ પર ભાર મૂકવો ,વધારાનો ખર્ચ ઘટાડવો, જર્જરિત મકાનો માટે મોનીટરીંગ સેલ, તળાવનું નવીનીકરણ કરવા ઉપરાંત તળાવમાં ડ્રેનેજના જોડાણો કાપી નાખવા, આવકના નવા સાધનો ઊભા કરવા, નવા વિસ્તારો સમા, સોમા તળાવ , વૃંદાવન ચોકડી અને ફતેગંજ વિસ્તારમા પે એન્ડ પાર્કિંગની સુવિધા,નવા આરોગ્ય કેન્દ્ર, શહેરના ચાર ઝોનમાં 50 પથારીની હોસ્પિટલ, હાઈ ટેન્શન વીજ લાઈન નું અંડરગ્રાઉન્ડ વાયરિંગ, નવા વિસ્તારોમાં ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પંપીંગ સ્ટેશન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે .ઉપરાંત મલીન જળ શુદ્ધ કરીને છોડવામાં આવશે જેના કારણે નદીમાં મલિન પાણીની સમસ્યા છે, તબક્કાવાર બંધ થશે .વિશ્વામિત્રી માટે પાવાગઢ પીન્ગલ્વાડા થી સર્વેની કામગીરી હાથ ધરાશે. શહેરના દક્ષિણ વિસ્તારમાં પાણીની સમસ્યા હલ કરવામાં આવશે . સિંધરોટ. પ્રોજેક્ટ પણ જલ્દી પુરો કરવામાં આવશે શહેરમાં ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા સુદ્રઢ બનાવશે.આડેધડ પાર્કિંગની સમસ્યા હલ કરવી, સફાઈ અને સ્વચ્છતા ઝુંબેશ, ફાઇબર ઓપ્ટીકલ કેબલ અને મોબાઇલ ટાવર ની આવક વધારવી સહિતના મુદ્દા રજૂ કર્યા હતા.
[ad_2]
Source link






