એરલાઈન્સ ભાડાના રૂ. 20,000થી વધારી રૂ. એક લાખ સુધી વસૂલવામાં આવતા વિદ્યાર્થીઓને પરત આવવામાં મુશ્કેલી

On: February 14, 2022 11:13 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના ભયથી ભારતીય વિદ્યાર્થીઓ અને પરિવારજનો ચિંતામાં

વડોદરા, તા. 14

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ગુજરાત અને દેશભરમાંથી એમ.બી.બી. એસ.ના અભ્યાસ માટે યુક્રેન ગયેલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે જેથી તેઓના પરિવારજનો માટે ચિંતાનો વિષય બન્યો છે.

આ બાબતને ધ્યાનમાં રાખી યુક્રેન પેરેન્ટ્સ એસોસિએશનના અગ્રણીઓ એ મુખ્યમંત્રીને પત્ર લખી કેન્દ્ર સરકારની મદદ લઇ વિદ્યાર્થીઓને ભારત પરત લાવવા મદદ કરવા માંગણી કરી છે અને એરલાઈન્સ દ્વારા વધુ ભાડું વસુલ કરવામાં આવી રહ્યા છે તે અટકાવવા પણ જણાવ્યું છે.

સમગ્ર ભારતના 18000 વિદ્યાર્થીઓ યુક્રેન દેશમાં અભ્યાસ કરી રહ્યા છે અને તેમાં 3000થી 4000 જેટલા વિદ્યાર્થી ગુજરાત રાજ્યના છે. તે બધા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે.

અત્યારે હાલમાં રશિયા સાથે યુક્રેનનાં યુદ્ધની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે અને તેને અનુલક્ષી યુક્રેનમાં ગુજરાતના વિદ્યાર્થીઓ અને તેઓના ભારત રહેતા પરિવાર જનો ખુબ જ ચિંતામાં છે.

જીવ બચાવવા ગુજરાત આવવા ઉતાવળ કરી રહ્યા છે તેથી વાલીઓ ખુબ જ ટેન્શનમાં આવી ગયા છે બીજી બાજુ એરલાઈન્સ કંપનીઓ દ્વારા 20 હજારની જગ્યાએ ખુબ જ ઊંચા ભાડા એક લાખ સુધી વસૂલી રહ્યા છે.

આ બાબતને ધ્યાનમાં રાખીભારત સરકાર – ગુજરાત સરકાર સહયોગ આપી મદદ કરી ગુજરાત અને દેશના દીકરા દીકરીઓ ને પરત લાવવા વિદેશ મંત્રાલયનાં સહયોગથી તેમજ ઉડ્ડયન મંત્રાલયનાં સહયોગથી એર ઇન્ડિયાની ફ્લાઇટ અથવા ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા પરત લાવવામાં મદદરૂપ થાય તેવો નિર્ણય લેવા વિનંતી કરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!