જામનગરમાં આજે વિશ્વકર્મા જયંતિની ઉજવણી: વિશ્વકર્માના મંદિરે હોમ હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા

On: February 14, 2022 10:52 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર, તા. 14

જામનગર શહેરમાં આજે ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા જયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, અને પંચેશ્વર ટાવર સહિત ભગવાન વિશ્વકર્માજીના મંદિરે પૂજા-આરતી અને હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

જામનગરમાં ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા પંચેશ્વર ટાવર પાસે આવેલી વિશ્વકર્માની વાડીમાં આવેલા ભગવાન વિશ્વકર્મા ના મંદિરમાં હોમ-હવનના કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા, અને બીડું હોમવામાં આવ્યું હતું. ત્યાર પછી ભગવાન વિશ્વકર્માની મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોએ દર્શનનો લાભ લીધો હતો.

જોકે, કોરોનાની ગાઈડલાઈનને અનુસરીને શોભાયાત્રા-મહાપ્રસાદ સહિતના અન્ય ધાર્મિક કાર્યક્રમ મોકૂફ રખાયા હતા.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!