Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

પ્રદેશ પ્રમુખે અમને નોટિસ કેમ આપી કહી કોંગ્રેસના કોર્પોરેટરોનો દબાણ લાવવા પ્રયાસ

On: February 3, 2022 11:52 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

     

  અમદાવાદ,ગુરુવાર,3 ફેબ્રુ,2022

અમદાવાદ મ્યુનિસિપલ કોંગ્રેસમાં નેતાગીરીને લઈ વધુ એક વખત
વિવાદ વકર્યો છે.ગુરૃવારે કોંગ્રેસ દ્વારા રોડ મામલે આવેદનપત્ર આપવાના
કાર્યક્રમમાં મોટાભાગના કોંગ્રેસના કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા.ગેરહાજર રહેલા
જુથના કોર્પોરેટરોએ પ્રદેશ પ્રમુખે અમને નોટિસ આપી હતી એ કારણ આગળ ધરી ગેરહાજર
રહ્યા હતા.કથિત કાળા જાદુ વિવાદ મામલે દાણીલીમડાના મહિલા કોર્પોરેટર સામે પ્રદેશ
નેતાગીરી કાર્યવાહી કરશે એમ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શહેજાદ ખાન પઠાણને વિપક્ષ નેતા ના
બનાવવાની પ્રદેશ પ્રમુખ અને પ્રભારી સમક્ષ રજૂઆત કરનારા કોંગ્રેસના કોર્પોરેટરોને
પક્ષ તરફથી શો-કોઝ નોટિસ અપાઈ હતી.બાદમાં જેમને શો-કોઝ નોટિસ અપાઈ હતી એ
કોર્પોરેટરોએ નોટિસનો જવાબ પણ આપી દીધો હતો.બાદમાં પક્ષ તરફથી કોઈ કાર્યવાહી જેમને
નોટિસ અપાઈ હતી એ કોર્પોરેટરો સામે કરાઈ નથી.આમ છતાં હજુ સુધી આ કોર્પોરેટરો એવી
જીદ પકડીને બેઠા છે કે
,અમને
પ્રદેશ પ્રમુખે નોટિસ આપી હતી એથી અમે કોંગ્રેસ પક્ષના કાર્યક્રમમાં હાજર રહીશુ
નહીં.

કોંગ્રેસના દાણીલીમડાના કોર્પોરેટર દ્વારા કાળો જાદુ કરવા
ધોરાજીના હમીદા મા નામના  મહિલાને કામગીરી
સોંપી હોવા અંગેની વાઈરલ થયેલી કથિત ઓડીયો કલીપથી સર્જાયેલા વિવાદ બાદ પ્રદેશ
કોંગ્રેસ નેતાગીરી આ સમગ્ર  જેમની કથિત
ભૂમિકા હોવાનું ચર્ચાય છે એવા કોંગ્રેસના મહિલા કોર્પોરેટર જમનાબહેન વેગડા સામે
કાર્યવાહી કરશે એમ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.કોંગ્રેસના કોર્પોરેટર
જમનાબહેન વેગડાની મળેલી પ્રતિક્રીયા મુજબ
,તેઓ
તાંત્રિક વિદ્યામાં માનતા નથી.હાલના ટેકનોલોજીના યુગમાં બધુ શકય છે.ઓડીયો કલીપ
મારી નથી.આ કલીપ તમારી નથી તો તમે આ મામલે સાયબર વિભાગમાં ફરિયાદ કરશો કે કેમ
? એવા મિડીયા તરફથી
પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું
,કોંગ્રેસ પક્ષ તરફથી જે પ્રમાણે સુચના આપવામાં આવશે એ
પ્રમાણે આગળની કાર્યવાહી કરીશ.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!