Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

દેરોલ ગામેથી ઠગાઇ કેસનો આરોપી પકડાયો : પાંચ ગુનાના ભેદ ઉકેલાયા

On: February 4, 2022 12:24 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

હિંમતનગર તા. 3

સાબરકાંઠા એસ.ઓ.જી.ની ટીમ દ્વારા બુધવારે હિંમતનગર ગ્રામ્ય પોલીસ
સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમીને આધારે જાદર પોલીસ સ્ટેશનના છેતરપિંડીના
ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લઈ પુછ પરછ દરમ્યાન વધુ પાંચ ગુન્હાનો ભેદ ઉકેલી વધુ
તપાસ હાથ ધરી છે.

 એસ.ઓ.જી. પી.એસ.આઈ. કે.કે. રાઠોડ સહિતની એસ.ઓ.જી. ટીમે બુધવારે
હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમીને આધારે
જાદર પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુન્હામાં સંડોવાયેલા નાસતો ફરતો આરોપી કનૈયાલાલ ઉર્ફે
ભીખાભાઈ ડાયાભાઈ મહેતા ઉ.વ.૪૨ (રહે. આગીયોલ
,
તા.હિંમતનગર, જી.સા.કાં.)
ને દેરોલ ગામના બસ સ્ટેશન ખાતેથી ઝડપી લઈ સી.આર.પી.સી. કલમ-૪૧ (૧) આઈ મુજબ ડીટેઈન કરી
હિંમતનગર લાવી વધુ તપાસ હાથ ધરી હતી.

પુછપરછ દરમ્યાન એસ.ઓ.જી.ની ટીમે ૧૫ દિવસ અગાઉ હિંમતનગરના તાજપુરી
ગામના આશ્રમમાંથી રસોઈના વાસણો એલ્યુમિનીયમના તપેલા નંગ-૪
, મોટો થાળ તથા સ્ટીલની
થાળી-વાટકી નંગ-૨૦૦
, બાઉલ નંગ-૫, ડોલ નંગ-૫ મળી રૃા.
૯ હજારની કિંમતના રસોઈના વાસણો રસોઈ બનાવવાના નામે ભાડેથી મેળવી વિસનગરના કંસારા બજારમાં
જાગુભાઈ કંસારાની દુકાને વેચાણ કરી દેવાયેલ હતા. હિંમતનગર તાલુકાના જગતપુરા ગામેથી
લાલસિંહ સરપંચ પાસેથી રૃા. ૩ હજારની કિંમતનુ એલ્યુમિનીયમનુ મોટુ તપેલુ નંગ-૧ ભાડેથી
મેળવી વિસનગરના કંસારા બજારમાં જાગુભાઈ કંસારાની દુકાને વેચાણ કરી દિધા હતા. બે માસ
અગાઉ વિજાપુરના કરોલ ગામેથી ઠાકોરભાઈ પાસેથી મેળવેલ રૃા. ૧૩ હજારની કિંમતના એલ્યુમિનીયમ
તપેલા નંગ-૪
, થાળી-વાટકી
નંગ-૧૫૦
, ડોલ નંગ-૫
તથા તગાળા નંગ – ૨ભાડેથી મેળવી વિસનગરના કંસારા બજારમાં વેચાણ કરી દેવાયા હતા. અઢી
માસ અગાઉ હિંમતનગર તાલુકાના સાકરોડીયા ગામેથી સુરજસિંહ મંડપવાળા પાસેથી રૃા. ૧૩ હજારની
કિંમતના એલ્યુમિનીયમના તપેલા નંગ-૩ ભાડેથી મેળવી વડનગરના કંસારા બજારમાં લાલજીભાઈની
દુકાને વેચાણ કરી દેવાયા હતા.

એસ.ઓ.જી.ની ટીમે ઝડપાયેલા આગીયોલના શખ્સની કરેલી તપાસ અને પુછતાછ
દરમ્યાન ત્રણ માસ અગાઉ પ્રાંતિજના નાની ભાગોળ ખાતે રહેતા રાજુભાઈ પુરોહિત પાસેથી રૃા.
,૫૦૦ કિંમતના એલ્યુમિનીયમના
તપેલા નંગ-૬
, થાળ નંગ-૨, ડોલ નંગ-૧૦, બાઉલ નંગ-૧૦ તથા કડાઈ
નંગ-૧ રસોઈ બનાવવા માટે વાસણો ભાડેથી મેળવી વિસનગરના કંસારાની બજારમાં આવેલ જાગુભાઈ
કંસારાની દુકાને વેચાણ કરી દિધાનુ ખુલવા પામ્યુ હતુ. આમ એસ.ઓ.જી.ની ટીમે ઝડપાયેલા આરોપીની
પુછપરછ દરમ્યાન વધુ પાંચ છેતરપીંડી અને ચોરી સહિતના ગુન્હાઓનો ભેદ ઉકેલી વધુ તપાસ આદરી
છે. આગીયોલના શખ્સ વિરૂધ્ધ અન્ય પો.સ્ટે.માં પણ ગુન્હાઓ નોંધાયા છે.

આગીયોલનો ભેજાબાજ કેવી રીતે વાસણો વેચતો

આગીયોલનો કનૈયાલાલ ઉર્ફે ભીખાભાઈ મહેતા સાબરકાંઠા જિલ્લાના વિવિધ
વિસ્તારોના કેટરર્સ
, મંડપવાળા
સહિત અન્ય વ્યકિતઓ પાસેથી રસોઈ બનાવવા માટેના વાસણો ભાડેથી લઈ આવી તેને બારોબાર વેચી
મારવાની મનોવૃત્તિ ધરાવતો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!