વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2022-23નું ડ્રાફ્ટ બજેટ તારીખ 27ના રોજ રજૂ થશે

On: January 25, 2022 1:37 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– ડ્રાફ્ટ બજેટ સાથે વર્ષ 2021-22નું રિવાઇઝડ બજેટ પણ રજૂ કરાશે

વડોદરા, તા. 25

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2022 -23 નું ડ્રાફ્ટ બજેટ અને વર્ષ  2021-22નું રીવાઇઝડ બજેટ તારીખ 27 ના રોજ રજૂ કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર સવારે બજેટ સ્થાયી સમિતિમાં રજુ કરશે. ચાલુ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી કોર્પોરેશન નું બજેટ કર ભારણવાળુ હશે કે કરબોજ વિનાનું તેના પર મીટ મંડાયેલી છે. ગયા વર્ષે કોર્પોરેશનનું બજેટ કોઈપણ નવા કરબોજ વિનાનું રજૂ કરાયું હતું. વર્ષ 2021-22 નું બજેટ રૂપિયા 3804  કરોડનું હતું .જેમાં વિકાસના રૂપિયા 1397 કરોડના કામો મુકાયા હતા. બજેટ જ્યારે લાંબી ચર્ચાના અંતે સમગ્ર સભામાં બહુમતીથી મંજૂર કરાયું ત્યારે 24.42 કરોડની પ્રોપર્ટી અને વોટર ટેક્સમાં રાહત અપાઈ હતી. સમગ્ર સભાએ રૂપિયા 3800 કરોડના બજેટ પર મંજૂરીની મહોર મારી હતી. સામાન્ય રીતે કોર્પોરેશનનું બજેટ જાન્યુઆરીમાં રજુ થાય છે અને 20 મી ફેબ્રુઆરી પૂર્વે મંજૂર કરી દેવામાં  આવે છે, પરંતુ ગયા વર્ષે કોર્પોરેશનની ચૂંટણી કોરોના મહામારીના કારણે મોડી યોજાતા હોદ્દેદારોની વરણી પણ માર્ચ મહિનામાં થતા બજેટ તારીખ 15મી માર્ચે રજૂ કરાયું હતું અને તારીખ 31મી માર્ચના રોજ સમગ્ર સભામાં મંજૂર થયું હતું.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!