Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જિલ્લામાં એક જ દિવસમાં પાંચથી વધારે ડિગ્રી તાપમાન ઘટયું : ગાત્રો થીજવતી ઠંડી

On: January 25, 2022 7:23 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

હિંમતનગર, બાયડ, વિજયનગર,
તા. 24

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં માવઠા પછી વાદળો વિખેરાયા અને
ગાત્રો થીજવતી ઠંડીના કારણે જનજીવન ઠંડુગાર બન્યું હતું. જયારે જિલ્લામાં એક જ દિવસમાં
પાંચથી છ ડિગ્રી તાપમાન ઘટી જતાં લોકો ઠૂઠવાયા છે.  જિલ્લાનો વિજયનગર વિસ્તાર ૭ ડિગ્રી સાથે સૌથી વધુ
ઠંડો રહ્યો હતો. જ્યારે અન્ય વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ૮ થી ૯ ડિગ્રી નોંધાયું છે.
આગામી ૩ દિવસ ગાત્રો થીજવતી ઠંડીની આગાહી કરાઈ છે.  તા. ૨૫ થી ૨૭ જાન્યુઆરી દરમિયાન કાતિલ ઠંડી અનુભવવાની
સાથે-સાથે ૬૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ શકે છે.

જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઉછાળો મિશ્ર ઋતુના કારણે વાયરલ
રોગચાળો વકરતાં પ્રજાની દશા બેઠી હોય તેવી સ્થિતિ છે.   પાછલા બે દિવસ દરમિયાન કમોસમી માવઠાની અસર પછી
જિલ્લામાં એકાએક ગત સમી સાંજથી ઠંડીનું જોર વધતાં રાત્રે ગામડાં અને શહેરી
વિસ્તારોમાં સૂમસામ જેવી સ્થિતિ હતી. લગ્નસરાના અવસરમાં ઠંડીનું જોર હાવિ થતાં
જાનૈયાઓ સહિત યજમાનોના સંબંધીઓ ઠૂઠવાતા જોવા મળ્યા હતા. કેટલાક વિસ્તારોમાં લગ્ન
સ્થળે તાબડતોબ તાપણાંની વ્યવસ્થા કરવી પડી હતી. 
ઠંડીનું જોર વધતાં બટાકા
, ઘઉં, જીરુ, વરીયાળી, રાયડાના પાકને નુક્સાન થશે પરંતુ ગરમી પછી
એકાએક ઠંડીનો આકરો રાઉન્ડ શરુ થતાં પ્રજા ફરી એકવાર બિમારીના સકંજામાં આવે તેવી
દહેશત સેવાય છે. પરોઢે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ૬ ડિગ્રીથી પણ
નીચે ગયાની વિગતો જાણવા મળી છે. 
વિજયનગર-ચિઠોડામાં સોમવારની વહેલી સવારની કડકડતી ઠંડીમાં લોકો ઠૂંઠવાયાં
હતાં. જેને લઈને ઠંડીનો પારો વિજયનગર પોલો વિસ્તારમાં ઘટીને ૭ ડિગ્રી ઘટાડો થતાં
એકાએક ગગડેલા ઠંડીના પારાને લઈ હાડ થીજવતી ઠંડી સાથેનું કાતિલ મોજું ફરી વળતાં
ફળ્યું હતું. હવામાન ખાતા અનુસાર આજે સોમવાર અને મંગળવારે હજુ ૭ ડિગ્રી અને
બુધ-ગુરુવારે ઠંડીનો પારો ઘટીને ૫ થી ૬ ડિગ્રી થવાનું અનુમાન છે.

ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાથી ઠંડી વધવાની સંભાવના

ઉત્તર ભારતના જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને
ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાના કારણે લઘુત્તમ તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે.
જ્યારે ઉત્તર ભારતની ઠંડી ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોને પ્રભાવિત
કરશે જેથી લઘુત્તમ તાપમાન આવનારા દિવસોમાં વધુ નીચે જાય તેવી સંભાવના છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!