Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ધો. 10ના વિદ્યાર્થીનો આપઘાત કેસ : કિશોરીના પિતા જેલહવાલે

On: January 25, 2022 6:59 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


તરૂણીના શિક્ષક પિતા સામે કાર્યવાહી

તરૂણીના પિતાએ મૃતકના પિતાને ફોન કર્યો હતો આપઘાતની ઘટના પાછળના તથ્યો જાણવા તપાસ

અમદાવાદ : ચાંદખેડામાં સીબીએસસી બોર્ડમાં ધો. 10માં ભણતાં 16 વર્ષના તરૂણે ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આપઘાત માટે તેની સાથે ભણતી ફ્રેન્ડના પિતાએ ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવાઈ હતી.

એસસીએસટી સેલના મહિલા ડીવાયએસપીએ કિશોરીના પિતાની ધરપકડ કરી તપાસ બાદ જેલહવાલે કર્યા છે. બીજી તરફ, આપઘાતની ઘટના પહેલાં તરૂણીના પિતાએ મૃતકના પિતાને ફોન કર્યો હોવાની વિગતો ખૂલી છે.

ચાંદખેડા વિસ્તારમાં રહેતા ધોરણ 10ના વિદ્યાર્થી એવા 16 વર્ષના તરૂણે શનિવારે રાતે 11 વાગ્યે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોતાના એકના એક પુત્રને આપઘાત કરવા મજબૂર કરવામાં આવ્યો હોવા અંગે વ્યવસાયે એન્જિનિયર એવા પિતાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

તપાસ અધિકારી એસસીએસટી સેલના ડીવાયએસપી ખુશ્બુ કાપડિયાએ તરૂણીના શિક્ષક પિતાની ધરપકડ કરી પૂછપરછ કરી મોબાઈલ ફોન કબજે કર્યો હતો. તરૂણીના પિતાને અદાલતે જેલહવાલે કરવા હૂકમ કર્યો છે.

પોલીસ તપાસમાં એવી વિગતો ખૂલી છે કે, આપઘાતની ઘટના બની તે પહેલાં તરૂણીના પિતાએ મૃતક કિશોરના પિતાને ફોન કરીને જાણ કરી હતી. કિશોરે પોતાની ફ્રેન્ડ એવી તરૂણીના પિતાનો ફોન બ્લોક કર્યો હતો.

પોલીસને પ્રાથમિક તપાસમાં જે તથ્યો મળ્યાં છે તે ઊંડી તપાસ માગી લે તેવા છે. પોલીસ હવે તરૂણી અને મૃતક તરૂણના મિત્રો અને અન્ય સ્વજનોના નિવેદનો નોંધી શકે છે. ધોરણ 10ના વિદ્યાર્થી એવા 16 વર્ષના તરૂણે આપઘાત કરવાની સ્થિતિ કયા સંજોગોના કારણે સર્જાઈ તે સ્પષ્ટ કરવા માટે એસસીએસટી સેલ પોલીસ ઊંડાણભરી તપાસ કરી રહી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!