ઉત્રાણના શેરબ્રોકરની એકાઉન્ટન્ટે ગુગલ પે ના બારકોડથી ગ્રાહકોની ફી પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા

On: January 6, 2022 6:27 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– ગ્રાહકોએ ફી ચુકવ્યા પછી પણ સર્વિસ નહીં મળતા ફરીયાદ કરી, બિમાર હોવાથી બ્રોકરે ઓફિસ જવાનું ઓછુ કર્યુ ત્યારે એકાઉન્ટન્ટે ફીયાન્સ સાથે મળી ફ્રોડ કર્યુ

(પ્રતિનિધિ દ્વારા) સુરત,

ઉત્રાણના આસ્થા સ્કેવરમાં ઓફિસ ધરાવતા શેર બ્રોકરના ગ્રાહકોની ફી ના રૂપિયા કંપનીના ગુગલ પે બારકોડ થકી એકાઉન્ટમાં જમા કરાવવાને બદલે બારકોડ થકી પોતાના એકાઉન્ટમાં જમા કરાવી લઇ રૂ. 9.50 લાખની ઠગાઇ કરનાર મહિલા એકાઉન્ટન્ટ અને તેના ફીયાન્સ વિરૂધ્ધ ફરીયાદ નોંધાય છે.

ઉત્રાણ સ્થિત આસ્થા સ્કેવરમાં ફિસ્કલ ફિનવર્સ સોલ્યુશન પ્રા. લિ. નામે શેરબજારનું કામકાજ કરતા વિજય બાબુ ભડીયાદરા (ઉ.વ. 32 રહે. 1, સરિતા દર્શન સોસાયટી, એ.કે. રોડ, વરાછા અને મૂળ. નોધણવદર, તા. પાલીતાણા, જિ. ભાવનગર) ની મહિલા એકાઉન્ટન્ટ ખુશાલી ભૂપત રાખોલીયાએ (ઉ.વ. 23 રહે. કામરેજ) દિવાળી બાદ ગ્રાહકોની ફી પેટેની રકમ કંપનીના ગુગલ પે ના બારકોડ પર એચડીએફસી બેંકના એકાઉન્ટ નંબરને બદલે અન્ય એકાઉન્ટન્ટ નંબર જણાયો હતો. જેની ખાત્રી કરતા નંબર એકાઉન્ટન્ટ ખુશાલીના બેંક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટનો હતો અને બારકોડ સ્કેન કરવાથી ફી તેના ખાતામાં જમા થતી હતી. આ ફ્રોડમાં ખુશાલીની સાથે તેનો ફીયાન્સ આકાશ મુકેશ નાકરાણી (રહે. એ 11, સાંકેતધામ સોસાયટી, વરાછા) સાથે મળી રૂ. 9.50 લાખનું ફ્રોડ કર્યાનું બહાર આવ્યું હતું. જેથી વિજયે અમરોલી પોલીસમાં અરજી કરતા ફ્રોડ કર્યાનું અને ચારેક મહિનામાં રૂપિયા પરત કરવાનું ખુશાલીએ લખાણ કર્યુ હતું. પરંતુ આજ દિન સુધી રૂપિયા પરત આપ્યા ન હતા.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!