ઈજનેરીમાં મોડલ કોર્સ આવશેઃ ૧૦ ટકા સીટ ફલેક્સિબલ રાખવા વિચારણા

On: January 6, 2022 1:08 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ

અમદાવાદ
સાયન્સ સિટી ખાતે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આજથી શરૃ થયેલી ઈન્ટરનેશનલ
એકેડેમિક કોન્ફરન્સમાં યુનિ.ઓ-કોલેજોમાં હોલિસ્ટિક એન્ડ મલ્ટીડિસિપ્લનરી એજ્યુકેશન
વિષય પર ચર્ચા કરવામા આવી હતી.જેમાં ઉપસ્થિત રહેલા એઆઈસીટીઈના ચેરમેને જણાવ્યું
હતું કે મલ્ટીડિસિપ્લનરી અને હોલિસ્ટિક એજ્યુકેશનને ધ્યાનમા રાખતા જ એન્જિનિયરિંગ
માટે નવો મોડલ કરિક્યુલમ થોડા સમયમાં કાઉન્સિલ દ્વારા જાહેર થશે
,જે
નવા શૈક્ષણિક વર્ષથી લાગુ થશે.જ્યારે ગુજરાતની ટોપ ટેકનિકલ યુનિ.દ્વારા
એન્જિનિયરિંગમાં ૧૦ ટકા બેઠકો ફ્લેક્સિબલ એટલે કે વિદ્યાર્થી જે ઈચ્છે તે બ્રાંચો
રાખી ઈજનેરી કોર્સ કરી શકે તેવી રાખવા માંગ કરવામા આવી હતી.જેના પર કાઉન્સિલ
વિચારણા કરશે.

હોલિસ્ટિક
એન્ડ મલ્ટી ડિસિપ્લનરી એજ્યુકેશન પરના પેનલ ડિસ્કશનમાં ચર્ચા કરવા માટે ઉપસ્થિત
રહેલા ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશનના ચેરમેન અનિલ સહસ્ત્રબુદ્ધેએ
જણાવ્યુ હતું કે હોલિસ્ટિક એજ્યુકેશન ત્યારે જ સાકાર થઈ શકે કે જ્યારે ઈજનેરી
કોલેજોમા ભણતા વિદ્યાર્થીઓને રોબોટિકસ -ઈનોવેશન સહિતની વિવિધ ટેકનિકલ સર્પર્ધાઓમાં
ભાગ લેવા માટે
,સ્પોર્ટસ, એનસીસી તેમજ ગ્રામોત્થાન, સામાજિક પ્રૃવત્તિ સહિતની કોઈ પણ બાહ્ય્ય પ્રવૃત્તિ માટે પરિણામમાં ૩-૩
ક્રેડિટ પોઈન્ટ મળે.હાલ  વિદ્યાર્થીઓને
તમામ પ્રવૃતિ માટે અલગથી ક્રેડિટ પોઈન્ટ મળતા નથી જે મળવા જોઈએ. આ ઉપરાંત મલ્ટી
ડિસિપ્લનરી એજ્યુકેશન માટે જરૃરી છે કે વિદ્યાર્થી મિકેનિકલ
,સિવિલ
સહિતની કોઈ પણ બ્રાંચમાં એન્જિનિયરિંગ દરમિયાન
, આર્ટ-મ્યુઝિક
સહિતના ઈલેક્ટિવ સબ્જેકટ રાખી પોતાનુ મનગમતુ કરી ઈનર સ્કીલ ડેલલપ કરે.એઆઈસીટીઈ
દ્વારા નવો મોડલ કરિક્યુલ તૈયાર કરાયો છે અને તેમાં હોલિસ્ટિક થેમજ મલ્ટી
ડિસ્પિલનરી એજ્યુકેશનની તમામ બાબતોનુ ધ્યાન રખાયુ છે. થોડા જ દિવસમા કમિટી અપ્રુવ
કરશે અને નવો મોડલ કરિક્યુલમ જાહેર કરી દેવાશે.છેલ્લે ૨૦૧૭માં મોડલ કરિક્યુલમ
જાહેર થયો હતો અને ફરી પાંચ વર્ષ બાદ મોડલ કરિક્યુલમ આવશે.જે ૨૦૨૨-૨૩ના શિક્ષણ
વર્ષથી લાગુ થશે.

આ કરિક્યુલમમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિન્જસી
સહિતની તમામ નવી ઉભરતી ટેકનોલોજી
,વિષયો ને સામેલ કરાયા
છે.ઉપરાંત વિદ્યાર્થી ઓટોમોબાઈલમાં હોય તો એક કાર બનાવવા માટે હાલની
ડિમાન્ડ-ટ્રેન્ડ મુજબ મિકેનિકલ
,ડિઝાઈન, આર્ટફિશિયલ ઈન્ટેલિજન્સી-કમ્પ્યુટર સાયન્સ તમામ શીખે તે જરૃરી હોઈ તે
મુજબનો કોર્સ તૈયાર કરાયો છે. હોલિસ્ટિક એજ્યુકેશન મુદ્દેની ચર્ચામાં ટોપ ટેકનિકલ
યુનિ.દ્વારા કાઉન્સિલના ચેરમેન સમક્ષ ઈજનેરીમાં ૧૦ ટકા બેઠકો ફ્લેક્સિબલ રાખવામા
આવે તેવી માંગણી કરાઈ હતી.હાલ ઘણી કંપનીઓ પ્લેસમેન્ટમાં સ્પેસિફિક બ્રાંચના
વિદ્યાર્થીઓ માંગે છે તેથી વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હોય છે.પરંતુ દરેક ટેકનિકલ
કોલેજમાં ૧૦ ટકા બેઠકો ફ્લેક્સિબલ અપાય તો વિદ્યાર્થી ઈજનેરીની વિવિધ બ્રાંચ સાથે
ભણી શકે.કોઈ એક જ બ્રાંચ ચાર વર્ષ માટે એલોટ ન કરવામા આવે.આ અંગે કાઉન્સિલના
ચેરમેન કહ્યુ હતુ કે ઈન્ડસ્ટ્રી એક્સપર્ટસ સાથે ચર્ચા કરાશે અને આ મુદ્દે વિચારણા
કરાશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!