રોડ રીસરફેસ કરવા બજેટ નથી આમ છતાં, અમદાવાદના ૧૯૨ કોર્પોરેટરોને ૭૫ હજારની કીંમતના લેપટોપ આપવા દરખાસ્ત

On: January 6, 2022 1:28 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


અમદાવાદ,બુધવાર,5
જાન્યુ,2021

અમદાવાદ શહેરમાં તૂટેલા રસ્તા રીસરફેસ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન
પાસે પુરતુ બજેટ ના હોવાનું હાઈકોર્ટમાં મ્યુનિ.તરફથી કહેવામાં આવ્યુ હતું.આજ
મ્યુનિસિપલ કોર્પોરેશન આજે મળનારી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં ૧.૪૪ કરોડના ખર્ચે
લેપટોપની ખરીદી કરી ૧૯૨ કોર્પોરેટરોને લેપટોપની લહાણી કરવાની દરખાસ્ત મંજુર
કરશે.અગાઉની ટર્મમાં કોર્પોરેટરોને આપવામાં આવેલા લેપટોપ તેમને બદલે તેમના સંતાન
વાપરતા હોવાની ઘટનાઓ સામે આવી હતી.કોરોનાના રોજ એક હજારથી વધુ કેસ હાલમાં નોંધાઈ
રહ્યા હોવાછતાં ચૂંટાયેલા કોર્પોરેટરોને લેપટોપની લહાણી કરવા દોઢ કરોડની રકમનું
આંધણ કરવામાં આવશે.એક લેપટોપ ૭૫ હજારની કીંમતનું હશે.

મ્યુનિ.ના ૧૯૨ કોર્પોરેટરોને લેપટોપ આપવાના છે.એક લેપટોપ
પાછળ ૭૫ હજારનો ખર્ચ કરવામાં આવશે.કુલ ૧.૪૪ કરોડની રકમનો ખર્ચ કરાશે.કોરોના
મહામારીમાં એક તરફ મ્યુનિ.તંત્ર આર્થિક સ્થિતિ કથળી હોવાનો રાગ આલાપે છે.બીજી તરફ
ખર્ચ ઉપર કાબૂ મુકવાને બદલે કોર્પોરેટરોને લેપટોપ આપવા પાછળ દોઢ કરોડની રકમ ખર્ચ
કરવા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજુ કરવામાં આવી છે.

તંત્ર તરફથી એવો પાંગળો બચાવ કરવામાં આવી રહ્યો છે કે, મ્યુનિ.ના વિવિધ
કાર્યક્રમો
,વિવિધ
કમિટીના એજન્ડા કોર્પોરેટરોને ઓનલાઈન મળી રહે એ ઉપરાંત લોકોની ફરિયાદો ઓનલાઈન કરી
શકે એ માટે આ દરખાસ્ત લાવવામાં આવી છે.દર પાંચ વર્ષે નવી ટર્મમાં કોર્પોરેટરોને
લેપટોપ કે કોમ્પ્યુટર આપવામાં આવે છે.આમ છતાં કેટલા કોર્પોરેટરોએ એનો ઉપયોગ કર્યો
એનો કોઈ રેકર્ડ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે નથી.અગાઉની ટર્મના કોર્પોરેટરોના સંતાન
કોમ્પ્યુટર કે લેપટોપ વાપરતા હતા.એકથી વધુ વખત ચૂંટાઈને આવેલા કોર્પોરેટર પાસે
કેટલા કોમ્પયુટરકે લેપટોપ હશે એનો પણ કોઈ હીસાબ તંત્ર પાસે નથી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!