એક રાતમાં ત્રણ મકાનમાં તાળાં તોડી 31500 ની રોકડની ચોરી

On: January 5, 2022 5:29 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભીલડી,તા.4

શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીનો લાભ લઈ તસ્કરો ડીસા તાલુકાના
જૂની ભીલડીના લઘુમતી વિસ્તારમાં સોમવારની રાત્રે તસ્કરોએ એક સાથે ૩ ઘરને નિશાન
બનાવ્યા હતા. અને ઘરના દરવાજાના નકુચા 
તોડીને ઘરમાં પ્રવેશ કરી તિજોરી તોડીને અલગ-અલગ ત્રણેય જગ્યાએથી ૩૧
,૫૦૦રૃપિયાની
તસ્કરો ઊઠાંતરી કરી ગયા હતા.

ભીલડીમાં રહેતા ઈમરાનખાન ગુલાબખાંન પઠાણના ઘરના દરવાજાનો
નકુચો તોડી ઘરમાં પ્રવેશી ઘરમાંથી તિજોરીનો લોક તોડી ૧૨
,૦૦૦ રોકડા તેમજ
યાકૂબભાઈ સુમારભાઈના ઘરનો દરવાજો તોડી ઘરમાં પડેલી તિજોરીનો લોક તોડી ૧૦
,૫૦૦ રૃપિયા રોકડા
તેમજ સલીમભાઈ ગુલાબભાઈના ઘરનો દરવાજો તોડી ઘરમાં પડેલી તિજોરી તોડી ૯
,૦૦૦ રૃ રોકડાની
ચોરી થઈ હતી. જેમાં કુલ ત્રણ અલગ અલગ મકાનોના તાળાં તોડી ૩૧
,૫૦૦ ની ચોરી થઈ
છે. ઈમરાનખાન ગુલાબખાંન પઠાણ અમદાવાદ સંબંધીને ત્યાં સામાચાર પૂછવા ગયેલા હતા.
જ્યારે યાકૂબભાઈ સુમારભાઈ જેઓનો છોકરો છાપીની નજીકમાં માંહી ગામમાં પોતાના દીકરા
સાથે રહે છે. દરમિયાન એકલતાનો લાભ લઈને તસ્કરોએ ચોરીનો અંજામ આપ્યો હતો. તેમજ
સલીમભાઈ ગુલાબભાઈ પોતાના ઘરની બાજુમાં સૂઈ રહ્યા હતા તે દરમિયાન જાણભેદુ તસ્કરો
ચોરી કરી પલાયન થઈ ગયા હતા. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!