[ad_1]

– બુકાનીધારી ચોરે સળીયા વડે સ્ટ્રોંગ રૂમના દરવાજાનું હેન્ડલ અને એટીએમ તોડતા સીસીટીવીમાં કેદ, ફૂટેજના આધારે ચોરની શોધખોળ
(પ્રતિનિધિ દ્વારા) સુરત, બુધવાર
હજીરા ગામની કેનેરા બેંક શાખામાં ગત રાત્રે બુકાનીધારી ચોરે સ્ટ્રોંગ રૂમ અને એટીએમ તોડી ચોરી કરવાનો પ્રયાસ કરતા પોલીસ દોડતી થઇ ગઇ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરની શોધખોળ હાથ ધરી છે.
ચોર્યાસી તાલુકાના હજીરા ગામના પટેલ સ્ટ્રીટમાં આવેલી કેનેરા બેંક શાખામાં ગત રાત્રે જેકેટ પહેરી મોંઢા પર બુકાનીધારી ચોર હાથમાં સળીયો લઇ ચોરી કરવા ત્રાટક્યો હતો. ચોરે બેંકના મેઇન દરવાજાની લોખંડની જાળી અને શટરનું લોક તોડી અંદર પ્રવેશી સ્ટ્રોંગ રૂમનું હેન્ડલ તોડી નાંખ્યું હતું. પરંતુ સ્ટ્રોંગ રૂમ ખોલવામાં સફળતા મળતા બેંકની બાજુમાં આવેલા એટીએમ રૂમના દરવાજાનું પણ હેન્ડલ તોડી એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે પણ તોડવામાં નિષ્ફળ ગયો હતો. ઘટના અંગે બેંક મેનેજર જાલમભાઇ ભૂરીયાભાઇ વસાવા (ઉ.વ. 57 રહે. બી 18, સ્વસ્તિક રો હાઉસ, જહાંગીરાબાદ, ઉગત અને મૂળ. વાલપોર, તા. નેત્રંગ, જિ. ભરૂચ) એ જાણ કરતા હજીરા પોલીસ દોડતી થઇ ગઇ હતી. પોલીસે બેંકના સીસીટીવીમાં કેદ થયેલી સમગ્ર ઘટનાને આધારે ચોરની શોધખોળ હાથ ધરી છે.
[ad_2]
Source link






