અંબાચ માં મંગળવારે સાંજે ભરાતા હાટ બજાર માં આડેધડ પાર્કિંગ ને લઈ કલાકો સુધી રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાયો વાહન ચાલકો પરેશાન

On: January 5, 2022 3:45 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

પારડી તાલુકાના અંબાચ ગામે સ્થાનિકો રોજગારી મળે એ હેતુસર તેમજ ગ્રામજનો ને દરેક ચીજ વસ્તુ ઓ તેમના ગામ  માજ મળી રહે એવા હેતુ થી છેલ્લા કેટલાક સમય થી ભણીયા ફળીયા ત્રણ રસ્તા પાસે ખુલ્લા મેદાન માં હાટ બજાર લારી ગલ્લા અને પાથરણા વાળા ઓ બેસે છે અહીં ખરીદી માટે આવનારા અનેક લોકો વાહનો માર્ગ ની આસપાસ માં આડેધડ પાર્ક કરવામાં આવતા મુખ્ય માર્ગ થી જતા અનેક વાહનો સામ સામે આવી જતા નીકળવું મુશ્કેલ બને છે કેટલાક વાહન ચાલકો તો જાણી જોઈ ને રોડ ની લગો લગ વાહનો પાર્ક કરતા અન્ય વાહનો ને જવાની અગવડ ઉભી થાય છે ત્યારે આવા વાહન ચાલકો ને કોઈ કહેનાર ઘણી ધોરી ના હોય દર મંગળવારે સાંજે મુખ્ય માર્ગ સતત એક કલાક સુધી જામ રહે છે ગઈકાલે સાંજે એક લાકડા ભરેલ ટ્રક અને જે સી બી મશીન આમને સામને આવી જતા કલાકો સુધી હાટ બજાર માં ત્રાફિક જામ રહ્યો હતો રોડ ની બંને બાજુ લારી ગલ્લા વાળા કે પાથરણા વાળાઓ બેઠા હોય કે બીજી તરફ રોડ ની લગોલગ વાહનો પાર્ક કર્યા હોય મુખ્ય માર્ગ ઉપર થી વાહનો ને પસાર થઈ શકતા નથી આવા સમયે હાટ બજાર માં આવતા વાહન ચાલકો માટે યોગ્ય પાર્કિંગ ની વ્યવસ્થા કરવામાં આવે થવા તો પંચાયત દ્વારા આડેધડ પાર્કિંગ કરનારા ને કાયદેસર દંડ આપવામાં આવે એ જરૂરી બન્યું છે નહીં તો આગામી દિવસ માં આ સમસ્યા વિકટ બની શકે એમ છે એટલું જ નહીં ટ્રાફિક જામ ના સમયે કોઈ દર્દી ને ઇમરજન્સી માં લઇ જવું હોય તો એવા સમયે દર્દી ભરેલ વાહન ચોક્કસ એક કલાક સુધી ટ્રાફિક માં ફસાય પડે એમ છે ત્યારે હાટ બજાર માં ગ્રામ પંચાયત નો વેરો ઉઘરાવતા લોકો માત્ર વેરો ઉઘરાવવા જ ધ્યાન ન રાખે લોકોને પડતી અગવડો પણ દૂર કરે એ જરૂરી બન્યું છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!