[ad_1]
ઉર્જા વિભાગમાં થયેલી ભરતીમાં મોટાપાયે કૌભાંડ આચરાયાનો
વિદ્યાર્થી આગેવાને કોન્ફરન્સ યોજી આક્ષેપ કર્યો છે અને બાયડ એ.પી. સેન્ટર હોવાનો
ધડાકો કરતાં અરવલ્લી જિલ્લામાં સનસનાટી મચી ગઈ છે. અરવલ્લી પોલીસે ધનસુરા
હાઈસ્કુલના હાયર સેકન્ડરીના શિક્ષકને બપોરે તપાસ માટે ઉઠાવી જતાં શિક્ષણ જગતમાં
હડકંપ મચી ગયો છે. જ્યારે પેપર લીક મામલે બાયડનો વિદ્યાર્થી જે પ્રાંતિજ ખાતે કાર
લઇ પેપર આપવા આવેલ વિદ્યાથીનુ નામ અને કાર નંબર જાહેર કર્યો હતો. જેના પગલે પોલીસે
વિદ્યાર્થી મિત પટેલની અટક કરી હતી. આ ઉપરાંત બાયડના અન્ય એક વ્યક્તિની સંડોવણી
ખુલતા પોલીસે તેની ધરપકડ કરવા કવાયત હાથ ધરી છે. ભાજપના કેટલાક કાર્યકરોના પગતળે
રેલો આવે તેવી પૂરેપૂરી સંભાવના છે.
અરવિંદ પટેલને ચા પીતાં જ પોલીસ ઉઠાવી ગઈ
ઉર્જા વિભાગમાં મોટાપાયે ભરતી કૌભાંડ થયાના આરોપ પછી સરકાર
એક્શનમાં આવી છે. અરવલ્લી પોલીસે ધનસુરાની જે.એસ.મહેતા હાઈસ્કુલના શિક્ષકને શોધતી
શાળામાં પહોંચી હતી અને તે ટી-કલબમાં બેઠા હતા ત્યારે અરવિંદ પટેલ કોણ..?? તેવું પૂછી ઓળખ મેળવી હતી અને તૂરત સરકારી વાહનમાં બેસાડી રવાના થઈ ગઈ
હતી. અરવિંદ પટેલે આચાર્યને મળવા માટે પરવાનગી માગી પરંતુ પોલીસે પરવાનગી ન આપી હોવાનું
પણ જાણવા મળ્યું છે.
છેલ્લા ત્રણ વર્ષથી ભરતી કૌભાંડ..
વિદ્યાર્થી નેતાએ પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો કે ઉર્જા
વિભાગમાં છેલ્લા ૩ વર્ષથી ભરતી કૌભાંડ ચાલી રહ્યું છે અને તેમાં ઉમેદવાર દીઠ રૃ.
૧પ થી ર૧ લાખ સુધી ખંખેરવામાં આવ્યા છે.
આ અંગે તપાસ ચાલી રહી છે ઃ જિલ્લા પોલીસ વડા
અરવલ્લી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતનો સંપર્ક કરતાં તેઓએ
જણાવ્યું કે ઉર્જા વિભાગમાં થયેલી ભરતીમાં ગેરરીતીની જે ફરિયાદ અમને સાંભળવા મળી
છે તે અંગે અમે અમારી રીતે અંદરખાનેથી તપાસ કરી રહ્યા છીએ. સોશ્યલ મીડીયામાં પણ
જે નામ વહેતા થયા છે તેવા ઉમેદવારોને
નોકરી મળી છે કેમ? તેમના નામ, સરનામાની
વિગતો મેળવી ગામમાંથી કેટલા ઉમેદવારોને ઉર્જા વિભાગમાં નોકરી મળી છે તેની વિગતો પણ
એકત્ર કરવામાં આવશે.
સ્ટેશન ડાયરીમાં કોઈ નોંધ નથી ઃ ધનસુરા પોલીસ
ધનસુરા હાઈસ્કુલના શિક્ષક અરવિંદ પટેલને પોલીસ તપાસ માટે
ઉઠાવી જતાં હલચલ મચી છે. ધનસુરા પોલીસનો સંપર્ક કરતાં કોઈપણ કર્મચારીને પોલીસ તપાસ
માટે લઈ ગઈ હોય તેવી નોંધ સ્ટેશન ડાયરીમાં ન હોવાનું જણાવ્યું છે.
[ad_2]
Source link






