વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા કુલપતિ વિરુદ્ધ સુત્રોચ્ચાર પોકાર્યા

On: January 5, 2022 12:12 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

પાટણ તા.4

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવસટી ખાતે
મંગળવારના રોજ કારોબારીની મળેલી બેઠકમાં યુનિવસટીના કુલપતિ હાજર નહીં રહીને ઓનલાઈન
માધ્યમથી બેઠકમાં જોડાતા અનેક તર્ક-વિતર્કો ઉભા થવા પામ્યા હતા. તો વિદ્યાર્થી
સંગઠન એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખી યુનિવસટી વહિવટી ભવન આગળ કુલપતિ
વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી અગાઉ વિદ્યાર્થીઓના હિતમાં કરાયેલો પરિપત્ર રદ્ કરવાના
મામલે હંગામો મચાવતા માહોલ ગરમાયો હતો.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવસટીના સત્તાધીશો દ્વારા
વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષાઓ અને ઓનલાઈન પરિક્ષા મુદ્દે
કરાયેલી રજૂઆતના પગલે તારીખ ૨૪મી ડિસેમ્બર થી શરૃ થયેલી યુનિવસટીની ઓફલાઈન
પરીક્ષામાં જે વિદ્યાર્થી ઓફલાઈન પરીક્ષા આપવા ન માંગતા હોય તેવા વિદ્યાર્થીઓને
વધુ એક તક આપવાનો યુનિવસટી સંલગ્ન કોલેજોને પરિપત્ર કરવામાં આવ્યો હતો. જોકે
યુનિવસટીના આ પરિપત્રને ધ્યાનમાં રાખીને એલઆરડી સ્ટેટેસ્ટિક અને સ્પર્ધાત્મક
પરીક્ષા ના સ્ટેટેસ્ટિક સહિત દરેક કોલેજોના મંતવ્યો મંગાવવામાં આવતા ૭૦૦ જેટલા જ
વિદ્યાર્થીઓ સ્પધાત્મક પરિક્ષા આપવાનું હોવાનું જાણવા મળતાં  યુનિવસટી પરિક્ષા વિભાગ દ્વારા આ બાબતે
યુનિવસટી સતાધીશોને રિપોર્ટ રજૂ કરતાં આગામી ૬ જાન્યુઆરીથી શરૃ થતી અનુસ્નાતક
કક્ષાની પરિક્ષાઓ જે સ્નાતક કક્ષાની ડીગ્રી મેળવ્યાં બાદની આ સ્પર્ધાત્મક પરિક્ષાઓ
હોવાથી અને આ પરિક્ષાઓ રજાના દિવસોમાં લેવાતી હોય છે. જેથી તા.૬ જાન્યુઆરી થી  યુનિવસટી દ્વારા લેવામાં આવનાર પરિક્ષા તમામ
વિદ્યાર્થીઓ માટે ફરજીયાત આપવાની રહેશે અને આ માટે તેઓને કોઈ તક મળશે નહીં તે
બાબતેનો પત્ર કોલેજોમાં કુલપતિના આદેશથી કરવામાં આવ્યો છે તેવું પરિક્ષા નિયામક
ડો.મિતુલ દેલિયાએ જણાવ્યું હતું. જોકે યુનિવસટીની કારોબારી બેઠકમાં યુનિવસટી
કુલપતિ રૃબરૃ હાજર નહીં રહી ઓન લાઈન માધ્યમથી જોડાતા વિદ્યાર્થીઓના પ્રશ્ને રજૂઆત
કરવા આવેલા એનએસયુઆઈ સહિતના વિદ્યાર્થીઓએ કુલપતિ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી રોષ
વ્યક્ત કર્યો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!