[ad_1]

ઉદયપુર અને જેસલમેરથી ન્યૂ યર ઉજવી પાછા ફરતા હતા
પત્ની ફીઝુ સાથે વિવાદથી ચર્ચામાં રહેલો મોનાંગ નંદાસણ પાસે પકડાયો
નાનો પુત્ર પ્રિયેશ અને પુત્રવધૂ શામળાજી પાસે પિધેલી હાલતમાં ઝડપાયા
બે વોલ્વો કાર કબજે: પ્રિયેશ પાસે જીંદાલ ગુ્રપની વોલ્વો કાર પણ કબજે
મહેસાણા, મોડાસા : 31 ડીસેમ્બરની ઉજવણીમાં પોલીસની કડક કાર્યવાહીના કારણે અનેક માલેતુજાર નબીરા રાજસૃથાન પહોંચ્યા હતા. એવામાં શહેરના વિવાદમાં રહેતા બિલ્ડર પોપ્યુલર પરિવારના રમેશ પટેલના બે પુત્ર રાજસૃથાનથી પાછા ફરતાં દારૂનો નશો કરેલી હાલતમાં પકડાયા છે.
પત્ની ફિઝુ સાથે વિવાદથી ચર્ચામાં રહેલો મોટો પુત્ર મોનાંગ અને ત્રણ મિત્રો નંદાસણ પાસે પોલીસના ચેકિંગમાં ઝડપાયો હતો. જ્યારે, નાનો પુત્ર પ્રિયેશ અને તેની પત્ની કોમલ શામળાજી પાસે બ્રેથ એનેલાઈઝરથી ચેકીંગ દરમિયાન પકડાયા હતા. મોનાંગ અને મિત્રો જેમાં હતા તે વોલ્વો કાર અમદાવાદના જિન્દાલ ગુ્રપ પરિવારની વિગતો વચ્ચે પોલીસે કાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના બહુચર્ચીત અને વગોવાયેલાં પોપ્યુલર બિલ્ડરવાળા રમણ પટેલનો મોટો પુત્ર મોનાંગ પટેલ ત્રણ મિત્રો સાથે નશો કરેલી હાલતમાં મહેસાણાના નંદાસણ નજીકથી ગઈમોડી રાત્રિના વાહન ચેકિંગમાં પોલીસના હાથે ઝડપાયો હતો. નંદાસણ પોલીસે બેવડા મોનાંગ પટેલની સફેદ કલરની વોલ્વો ગાડી કબજે લઈ તમામ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસ વર્તુળોના જણાવ્યા મુજબ મહેસાણાના નંદાસણ હાઈ વે પરના બ્રિજ પાસેના એસ.આર.પેટ્રોલપંપ પાસે નંદાસણ પોલીસ કર્મચારીઓ ગઈ મોડીરાત્રિના સુમારે વાહન ચેકિંગમાં હતા.
દરમિયાનમાં મહેસાણાથી અમદાવાદ તરફ આવતી સફેદ કલરની વોલ્વો ગાડી નંબર જી.જે.01. આર.પી.7200 ને પોલીસે અટકાવી ચેક કરતાં તેમાં નશો કરેલી હાલતમાં અમદાવાદના પોપ્યુલર બિલ્ડરવાળા રમણ પટેલનો મોટો પુત્ર મોનાંગ રમણભાઈ ભોળીભાઈ પટેલ તથા વિશ્વનાથ અમરનાથ રાવલ, ભીખા હીરાભાઈ પટેલ તથા નિકુંજ અરવિંદભાઈ પટેલ (રહે.તમામ અમદાવાદ) મળી આવતાં પોલીસે તમામની અટકાયત કરી હતી.
આ અંગે નંદાસણ પોલીસે આરોપીઓના કબજામાંથી રૂ.15 લાખની ગાડી તથા એક લાખની કિંમતના મોબાઈલ નંગ-7 મળી કુલ રૂ.16 લાખનો મુદ્દામાલ કબજે લઈ તમામ શખસો વિરૂધ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ગુજરાત-રાજસૃથાન બોર્ડરની અણસોલ ચેકપોસ્ટ પર રાજસૃથાન તરફથી કારમાં આવતા અમદાવાદના જાણીતા બિલ્ડર રમણ પટેલના પુત્ર અને પુત્રવધુ શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે બ્રેથ એનેલાઇઝરથી ચેકિંગ કરતા તેમણે કોવિડને લઇને તપાસ કરવાની આનાકાની કરી હતી.
જોકે બાદમાં પોલીસે કારમાંથી ઉતરીને ચાલવવાનું કહેતા લથડીયા ખાવા લાગ્યો હતો આમ બંને દારૂ પીધેલી હાલતમાં પકડાયા હતા. આ મામલે શામળાજી પોલીસે બંને સામે પ્રોહીબીશન અને એમવી એકટ હેઠળ ગુનો નોંધીનેને તપાસ આદરી છે.
ગુજરાત-રાજસૃથાન બોર્ડરે પોલીસે વાહન ચેકીંગ હાથ ધરાયું હતું. દરમિયાન રાજસૃથાન તરફથી આવી રહેલી વોલ્વો કારને પોલીસ ટીમે અટકાવી ચેકીંગ હાથ ધર્યું હતું. આ કારમાં ચાલક અને તેની બાજુની સીટ ઉપર બેસેલા મહિલાએ નશો કર્યો હોવાનું પોલીસને જણાતાં દંપતીની બ્રેથ એનલાઈઝરથી તપાસ હાથ ધરાઈ હતી.
પરંતુ કાર ચાલક પ્રિયેશ પટેલે કોવીડ-19ને લઈ આ ટેસ્ટ કરાવવાની ના પાડતાં પોલીસે આ શખ્સને ગાડીમાંથી ઉતારી ચાલવા જણાવતાં આ ચાલક લથડીયા ખાઈ રહયો હતો. જયારે તેની આંખો પણ નશાથી લાલચોળ જણાઈ હતી. જયારે કારમાં સવાર મહિલાની તપાસ મહિલા પોલીસ દ્વારા કરાતાં આ મહિલાએ પણ નશો કર્યો હોવાનું જણાઈ આવ્યું હતું.
પોલીસે કાર ચાલક પ્રિયેશ રમણભાઈ પટેલ અને તેમના પત્નિ કોમલ પ્રિયેશ પટેલ (બંને રહેવાસી પોપ્યુલર પાર્ક,સેટેલાઈટ રોડ, અમદાવાદ) વિરૂધૃધ પ્રોહીબીશન અને એમ.બી.એકટ હેઠળ ગુનો નોંધી આ દંપતીની ધરપકડ કરી હતી.
મોનાંગ પટેલ પાસેથી વોલ્વો કાર કબજે કરવામાં આવી છે તે પોપ્યુલર પરિવારની છે. જ્યારે, પ્રિયેશ અને તેની પત્ની કોમલ જેમાં પકડાયા તે વોલ્વો કાર અમદાવાદના જિન્દાલ ગુ્રપ પરિવારની છે. પોલીસે બે વોલ્વો કાર કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને એવી વિગતો મળી છે કે, મોનાંગ તેના મિત્રો સાથે જેસલમેરથી અને પ્રિયેશ તેની પત્ની સાથે ઉદયપુરથી પરત ફરતાં નશો કરેલી હાલતમાં પકડાયા છે.
[ad_2]
Source link






