[ad_1]

– વિડીયો અમરોલી-સાયણ રોડ પર ઉતાર્યો હતો, હાથમાં નજરે પડતું હથિયાર રિવોલ્વર નહીં પરંતુ લાઇટર હોવાની કબૂલાત
સુરત, તા. 02
સુરતમાં રાત્રી કરફ્યૂમાં કાયદાની ઐસીતૈસી કરતો વધુ એક વિડીયો વાયરલ થયો છે. બુલેટ સવાર બે મિત્ર પૈકી ચાલકની ઉપર બીજા બેસી સિગારેટ પી રહ્યો છે અને બીજા હાથમાં રિવોલ્વર જેવું હથિયાર સાથે જોખમી સ્ટંટ કરી રહ્યો છે. જેને પગલે દોડતી થયેલી અમરોલી પોલીસે બંને સ્ટંટબાજ મિત્રોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં રાત્રે બાઇક પર જોખમી સ્ટંટનો વધુ એક વિડીયો વાયરલ, બે મિત્રોની ધરપકડ pic.twitter.com/GrvkI7uRoS
— Gujarat Samachar (@gujratsamachar) January 2, 2022
કોરોનાનું સક્રમણ પુનઃ વધી રહ્યું હોવાથી રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી કરફ્યૂ લાદ્દવામાં આવ્યો છે. પરંતુ રાત્રી કરફ્યૂ વચ્ચે સોશ્યિલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં બે મિત્રો બુલેટ બાઈક પર કરફ્યૂના સમયમાં લટાર મારવા નીકળે છે. બે પૈકી એક બાઇક ચલાવે છે અને બીજો તેના ખભા પર બેસી સિગારેટ પી રહ્યો છે અને બીજા હાથમાં રિવોલ્વર જેવું ઘાતક હથિયાર નજરે પડી રહ્યું છે. જેને પગલે દોડતી થયેલી અમરોલી પોલીસે વિડીયો અમરોલી-સાયણ રોડનો હોવાનું અને ચાલક ભરત પ્રવીણ ગઢવી (રહે. અંબિકાનગર, ગુ.હા. બોર્ડ, અમરોલી) અને તેના ખભા પર બેસનાર નાગાજણ ઉર્ફે નીજ હરદાસ અડોદરા (રહે. હરિધામ એપાર્ટમેન્ટ, અમરોલી) હોવાનું શોધી કાઢી તેઓની ધરપકડ કરી છે. બંનેની પૂછપરછમાં વિડીયો 14 ડિસેમ્બરની રાત્રે ઉતાર્યો હતો અને 26 ડિસેમ્બરે સોશ્યિલ મિડીયામાં અપલોડ કર્યો હતો. જયારે હાથમાં નજરે પડી રહેલી રિવોલ્વર જેવું ઘાતક હથિયાર નહીં પરંતુ લાઇટર હોવાની કબૂલાત કરી હતી.
[ad_2]
Source link






