Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સુરતમાં માર્ગ અકસ્માતમાં ઇજા પામેલા ત્રણ વ્યક્તિના મોત

On: January 2, 2022 9:55 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

(પ્રતિનિધિ દ્વારા) સુરત રવિવાર

પાંડેસરામાં સાત દિવસ પહેલા મોપેડના એંગલ સાથે સાડી ભેરવાતા પડી જતા ઇજા પામેલી મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બીજા બનાવમાં ઉધના રોડ પર શનિવારે સાંજે ટ્રકે ટક્કર મારતા ગંભીર ઈજા થતા આઘેડનું મોત થયું હતું. ત્રીજા બનાવમાં ઈચ્છાપોરમાં શનિવારે સવારે વૃદ્ધને બાઇકને ટક્કર મારતા મોતને ભેટયા હતા.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરામાં કૈલાશ નગર પાસે ગીતાનગરમાં રહેતા ૪૫ વર્ષીય કુસુમબેન અમિતાભસિંગ પટેલ ગત તારીખ 27મી બપોરે તેમનો પુત્ર રાજન સાથે મોપેડ પર બેસીને પાન ગલ્લા સહિતના સામાન ખરીદી કરવા જતા હતા. તે સમયે પાંડેસરાના મારુતિ નગર તરફ રોડ પર મોપેડના પાછળ એંગલ સાથે કુસુમબેન નો સાડીનો છેડો ફસાઈ ગયો હતો. જેના લીધે કુસુમબેન નીચે પટકાતા જ થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા .ત્યાં ગઈકાલે રાત્રે તેમનું મોત નિપજ્યું હતું.

નોંધનીય છે કે કુસુમબેન મૂળ બિહારના વતની હતા જોકે તેમના પતિ બીમાર હોવાથી કામ ધંધો નહીં કરી શકતા કુસુમબેન પાનનો ગલ્લો અને ચીજવસ્તુઓ વેચાણ કરતા હતા. તેમને સંતાનમાં એક પુત્ર જરીનું કામ કરે છે. પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં લિંબાયતમાં સંજય નગર સર્કલ પાસે રત્નપ્રભા સોસાયટીમાં રહેતા 5૦ વર્ષીય સંતોષભાઈ ભીખાભાઈ વાડેકર શનિવારે સાંજે ઉધના નવા ત્રણ રસ્તા ડીડોલી તરફ જતા રોડ પર ઉદ્યોગ નગર સંઘ ની પાછળ ના રોડ પર પગપાળા ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જતા હતા. તે વેળાએ થરાદ ચાલકે તેમને હડફેટે લેતા ગંભીર ઈજા થતા મોત થયુ હતું. જ્યારે સંતોષભાઈ ની સંતાનમાં બે પુત્ર છે. તે ડ્રાઇવિંગ કામ કરતા હતા આ અંગે ઉધના પોલીસે તપાસ હાથ ધરી છે.

ત્રીજા બનાવમાં ઇચ્છાપોરના દામકા ગામમાં બ્રાહ્મણ ફળિયામાં રહેતા 65 વર્ષીય રમેશભાઈ નરસિંહભાઈ પટેલ શનિવારે સવારે દામકા ગામના માંડવી ફળિયા ચાર રસ્તા પાસે પગપાળા જતા હતા. તે સમયે તેમની બાઇકને ટક્કર મારતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે ઈચ્છાપોર પોલીસે તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!