Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

રાંદેરમાં જાહેરમાં લઘુશંકા મુદ્દે ઠપકો આપતા થયેલા ઝઘડામાં યુવાનને કુકરી ઘા ઝીંકયા

On: January 2, 2022 8:45 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– વહેલી સવારે રીક્ષા ચાલક બે મિત્રો સાથે લઘુશંકા કરવા ઉભો રહ્યો, અજાણ્યાએ ઠપકો આપતા ઝઘડો થયો

(પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર

રાંદેર ગોરાટ રોડના અજમેરી ચાર રસ્તા પાસે વહેલી સવારે જાહેરમાં લઘુશંકા કરનાર ત્રણ મિત્રોને ઠપકો આપતા થયેલા ઝઘડામાં કુકરીના ચારથી પાંચ ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડતા રાંદેર પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાંદેર રોડ તાડવાડી સ્થિત નુરે ઇલાહી ટેનામેન્ટમાં રહેતો રીક્ષા ચાલક ઇરફાન ઉર્ફે કાલીયા રમઝાન શેખ (ઉ.વ. 24) તેના મિત્ર ઝાફર શેખ અને રમઝાન ઉર્ફે પાડા સાથે વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં રાંદેરથી શીતલ ચાર રસ્તા તરફ જઇ રહ્યા હતા. રસ્તામાં અજમેરી ચાર રસ્તા પાસે જાહેરમાં ત્રણેય મિત્રો લઘુશંકા કરવા ઉભા રહેતા અજાણ્યા યુવાને ઠપકો આપતા ગાળ આપી હતી. જેથી તેઓ વચ્ચે ઝઘડો થતા અજાણ્યાએ ફોન કરી તેના મિત્ર ઇસ્માઇલ પેન્ટર, માહિરને બોલાવ્યા હતા. આ ત્રણેયે ઇરફાન અને તેના મિત્રોને માર મારતા રમઝાન ઉર્ફે પાડા ત્યાંથી ભાગી ગયો હતો. જયારે ઇસ્માઇલ પેન્ટરે ઝાફર શેખને કુકરીના ઉપરાછાપરી ચારથી પાંચ ઘા જાંઘ, ગળા અને કમરના ભાગે ઝીંકી દીધા હતા. જેથી લોહીલુહાણ હાલતમાં ઝાફર ત્યાં જ બેભાન થઇ જતા અજાણ્યો યુવાન અને ઇસ્માઇલ પેન્ટર સહિત ચારેય જણા ભાગી ગયા હતા. ઘટના અંગે રાંદેર પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલો કરનારની શોધખોળ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!