Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

પાંડેસરામાં આઇસીઆઇસીઆઇ અને એક્સીસ બેંકના એટીએમ તોડવાનો પ્રયાસ

On: January 2, 2022 9:10 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– બે કિલોમીટરના એરીયામાં ચોર ત્રાટકયા, રાત્રી કરફ્યૂમાં ચોરીના પ્રયાસને પગલે પોલીસ દોડતી થઇ

(પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર

શહેરમાં સક્રિય થયેલી ચોર ટોળકીએ પાંડેસરાના ઐયપ્પા કોમ્પ્લેક્ષમાં આવેલા આઇસીઆઇસીઆઇ બેંક અને પિયુષ પોઇન્ટ નજીક એક્સીસ બેંકના એટીએમને તોડી ચોરી કરવાનો પ્રયાસ કરતા પાંડેસરા પોલીસ દોડતી થઇ ગઇ છે.

શહેરમાં સક્રિય થયેલી ચોર ટોળકીએ પાંડેસરા વિસ્તારના જ્વેલર્સ અને કરિયાણાના હોલસેલની દુકાનને નિશાન બનાવ્યા બાદ ગત રાત્રે બેંકના એટીએમ સેન્ટરમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. પાંડેસરા મેઇન રોડ બાટલી બોય કંપનીની સામે ઐયપ્પા કોમ્પ્લેક્ષમાં આવેલા રાત્રે 3.21 કલાકે આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમનું એસ.એન.જી લોક તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ લોક તોડવામાં સફળતા નહીં મળતા 4.30 કલાકે પાંડેસરાના પિયુષ પોઇન્ટ ચાર રસ્તા સ્થિત એક્સીસ બેંકના એટીએમને નિશાન બનાવ્યું હતું. એટીએમમાં પ્રવેશ્તાની સાથે સીસીટીવી કેમેરા તોડી મશીનને નુકશાન પહોંચાડયું હતું. પરંતુ ચોરને સફળતા મળી ન હતી. ઘટના અંગે એટીએમ મેઇન્ટેન્સ કોન્ટ્રાક્ટના કર્મચારી જયેશ રણછોડ ચૌધરી (રહે. વિષ્ણુપાર્ક, ભૈયાનગરની બાજુમાં, પુણા) એ પાંડેસરા પોલીસમાં આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમમાં તોડફોડથી 10 હજાર અને એક્સીસ બેંકના એટીએમમાં તોડફોડથી 2 હજારના નુકશાન અને ચોરીના પ્રયાસની ફરીયાદ નોંધાવી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!