Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

એકસિસ બેંકના એટીએમમાં ખાતર પાડી તસ્કરો 17.52 લાખ ઉઠાવી ગયા

On: December 31, 2021 3:13 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મહેસાણા,તા.30

મહેસાણા શહેરમાં વિસનગર રોડ પર જીઈબી કચેરી સામે આવેલા
એકસિસ બેંકના એટીએમને પરોઢીયાના સુમારે અજાણ્યા શખસોએ નિશાન બનાવ્યું હતું. એટીએમ
મશીનને ગેસ કટરથી કાપી નાંખીને અંદરથી રૃ.૧૭.૫૨ લાખની રકમની ચોરી કરી હતી.
ત્યારબાદ મશીનને સળગાવીને ત્યાંથી નાસી છુટયા હતા. આ ઘટનાને પગલે પોલીસે તપાસ
આરંભીને આરોપીઓનું પગેરૃ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.

ઠંડીનો ચમકારો વધતાં નિશાચરોની સિઝન ખુલી હોય તેમ મહેસાણા
જિલ્લા પંથકમાં ચોરીઓની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો હોવાથી નાઈટ પેટ્રોલીંગ કરી
રહેલ પોલીસ તંત્રની કામગીરી સામે સવાલો સર્જાયા છે.જેમાં મહેસાણા શહેરમાં વિસનગર
રોડ પર જીઈબી કચેરી સામે આવેલા એકસિસ બેંકના એટીએમમાં ખાતર પાડીને તસ્કરોએ પોલીસને
પડકાર ફેંકયો છે.આ ઘટનાની પ્રાપ્ત વિગત પ્રમાણે મહેસાણા જીઈબી કચેરી સામે આવેલા
એકસિસ બેંકના એટીએમમાં ગુરૃવારે પરોઢીયાના અઢીથી ત્રણના સમયગાળામાં અજાણ્યા શખસોએ
પ્રવેશ કર્યો હતો.તેમણે ગેસ કટરથી એટીએમ મશીનને કાપીને અંદર પડેલા રૃ.૧૭.૫૨ લાખની
રકમની ઉંઠાંતરી કરી હતી. ત્યારબાદ આરોપીઓએ આ એટીએમ મશીનને આગ ચાંપી દેતાં રૃમમાં
મુકવામાં આવેલ એસી
, સીસીટીવી
કેમેરા
,મશીન
સહિત રૃ.ચાર લાખનો નુકશાન થયું હતું. આ અંગે અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા
બેંક કર્મચારી અમિત પ્રમોદ બિહારીલાલે મહેસાણા એ ડીવિજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ
નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે.

એટીએમમાં આગ લાગતા રૃ.ચાર લાખનું નુકશાન

મહેસાણા જીઈબી સામે આવેલા એકસિસ બેંકના એટીએમમાં તસ્કરોએ
લાખો રૃપિયાની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારબાદ એટીએમ મશીનમાં લાગેલી આગને
કારણે એરકન્ડીશનર
, સીસીટીવી
અને મશીન સહિત બળીને ખાખ થતાં રૃ.૪ લાખનો નુકશાન થયું હતું.આગ નિશાચરોએ લગાવી કે
ગેસ કટરથી લાગી એ તપાસનો વિષય છે.

એટીએમમાં આગ લાગતાં તંત્રમાં દોડધામ

વિસનગર રોડ પર આવેલ એકસિસ બેંકના એટીએમમાં પરોઢીયાના સુમારે
લાગેલી આગની જાણ મહેસાણા પોલીસ હેડ કવાર્ટરના કંટ્રોલરૃમને થતાં ફરજ પરના એએસઆઈ
કરમણભાઈએ ડીઝાસ્ટરને વાકેફ કર્યા હતા.જયાંથી મહેસાણાના મામલતદાર અને નગરપાલિકાના
ફાયર ફાયટરની ટીમને જાણ કરવામાં આવતા વહિવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ આરંભી

મહેસાણામાં એકસિસ બેંકના એટીએમમાંથી લાખા રૃપિયાના
ચોરીની  ઘટનાને પગલે એલસીબી સહિતનો પોલીસ
કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.પોલીસે આસપાસની દૂકાનોના ફૂટેજ મેળવી તેના આધારે
આરોપીઓની ગતિવીધીની કડીઓ મેળવવા તજવીજ હાથ ધરી છે.

નાગલપુરમાં  થયેલ
એટીએમ ચોરીનો ભેદ ઉકેલાયો નથી

મહેસાણાના નાગલપુરમાં આવેલા વાળીનાથ ચોકમાં દોઢ વર્ષ અગાઉ
એસબીઆઈના એટીએમને તોડીને તસ્કરોએ ં લાખો રૃપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયા
હતા.જયારે ધરમ સિનેમા રોડ પર એક એટીએમમાં ચોરીનો પ્રયાસ કરવાની ઘટના બની હતી.આ
ગુનાનો ભેદ હજુ ઉકેલાયો નથી.ત્યાં વધુ એક એટીએમ તુટવાની ઘટના મહેસાણા શહેરમાં સામે
આવી છે.

ઘટના વખતે રોડ ઉપર ફરતી શંકાસ્પદ ગાડીની ચર્ચા

એકસિસ બેંકના એટીએમને તોડી રૃ.૧૭.૫૨ લાખની ચોરીની ઘટનાને
પગલે પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર એટીએમ
ચોરીની ઘટનાના સમયે વિસનગર રોડ ઉપર એક ગાડી શંકાસ્પદ હાલતમાં જોવા મળી હોવાનું
જણાય છે.

એટીએમમાં વોચમેનના અભાવે તસકરોને ફાવટ આવી

વિવિધ બેંકોના જિલ્લાભરમાં આવેલા એટીએમમાં મોટાભાગે
સિકયુરીટીનો અભાવ જોવા મળે છે. જેના લીધે નીસાચરોને બેંક એટીએમમાં ખાતર પાડવાની
જાણે ફાવટ આવી ગઈ છે. મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં સમયાંતરે વાચમેન વિહોણા
એટીએમ તુટવાની ઘટનાઓ સામે આવતી હોય છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!