[ad_1]
વિજયનગર,
તા. 30
સાબરકાંઠા જિલ્લામા કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા
છે ત્યારે વિજયનગરમાં સીએચસી ખાતે ઓક્સિજનો પ્લાન્ટ ફિટ થયો નથી. તંત્રની બેદરકારીથી જે તે સ્થિતિમાં મશીનરી પડી રહી હોવાથી લોકોને લાભ
મળવા સામે પણ સવાલો ઉભા થયા છે.
કોરોનાની ત્રીજી લહેર દસ્તક દેતી હોઇ તેવી સ્થિતિ ઉભી થઇ છે.
સાબરકાંઠા સહિત રાજ્યમાં કોરોનાના કેસ રોકેટ
ગતિએ વધી રહ્યા છે. ત્યારે રાજયસભાના સાંસદ રમીલાબહેન બારાએ ત્રણ મહિના અગાઉ ઓક્સિજન
પ્લાન્ટ માટે અંદાજે ૩૬ લાખની ગ્રાન્ટ ફાળવી હતી પણ પ્લાન્ટ કાર્યરત કરવા માટે રસ ન
લેતા મશીનરી જેમતેમ સ્થિતિમાં પડી રહી છે. આ પ્લાન્ટ હજુ પણ કાર્યરત કરવામાં આવ્યો
નથી. જેને લઇ સ્થાનિક લોકોમાં પણ રોષની લાગણી છવાઇ છે.
આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારીને પણ રજૂઆતો કરવામાં આવી હતી
તેમ છતાં ઉપેક્ષા કરવામાં આવી હતી. આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆતો પણ કરવામાં
આવી હતી તેમ છતાં ઉપેક્ષા કરવામાં આવી હતી.
જોકે આ પ્લાન્ટ તાકિદે
શરૂ કરવાની પણ માંગણી ઉઠી રહી છે.
[ad_2]
Source link






