વડોદરા: ગોરવા અને મકરપુરા 18 જુગારી ઝડપાયા, 95 હજાર કબ્જે, જુગારીઓ પાસેથી એક પણ વાહન મળ્યું નહિ

On: December 30, 2021 4:06 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 30 

વડોદરાના ગોરવા અને મકરપુરા પોલીસે હદ વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી 18 જુગારીઓને 95 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ બંને દરોડામાં પોલીસને 18 જુગારીઓ પાસેથી વાહન મળી ન આવતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું.

ગોરવા પોલીસે ચોક્કસ માહિતીના આધારે, ગોરવા ગામમાં પ્રજાપતિ ફ્લેટના ધાબા ઉપર દરોડો પાડી જુગાર રમી રહેલા સાત શખ્સોને ઝડપી પાડયા હતા. જેમાં મહેન્દ્ર સોલંકી, જીગ્નેશ પરમાર ,ઠાકોર સોલંકી ,ભગવાનદાસ સોલંકી ,રાજુભાઈ સોલંકી ,મહેશ ઠક્કર ( તમામ રહે – ગોરવા ગામ )અને સુનિલ મોરે ( રહે – સુભાનપુરા) નો સમાવેશ થાય છે. પોલીસે દરોડા દરમિયાન 04 નંગ મોબાઇલ ફોન તથા રોકડા રૂપિયા મળી 34 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અન્ય એક દરોડામાં મકરપુરા પોલીસે તરસાલી વિસ્તારમાં આવેલી નવજીવન સોસાયટીના મકાનમાં દરોડો પાડી 11 જુગારીઓને ઝડપી પાડયા હતા. જેમાં  નિર્મળસિંહ હરિસિંહ ઠાકોર, જીગ્નેશ સનાભાઇ પરમાર, સુનિલ મોહનસિંગ રાજપૂત, દિવ્યેશ હરિકિશન પ્રજાપતિ, જેસીંગભાઇ પ્રતાપભાઈ મારવાડી, રમેશ રામક્રિપાલ શાહ, બાબુભાઈ કાલિદાસ રાજપુત, સાગર રાજુભાઈ રાજપુત, પરેશ નિર્મળસિંહ ઠાકોર, અજય અમિતભાઈ માળી અને શૈલેષ બાબુભાઇ પટણીનો સમાવેશ થાય છે. દરોડા દરમિયાન પોલીસે 11 નંગ મોબાઇલ ફોન અંગ જડતીના તથા જમીન દાવનાના રોકડા મળી કુલ 59 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસના દરોડા દરમિયાન જુગારીઓ પાસેથી વાહન મળી ના આવતા ચર્ચાનો વિષય બન્યો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!