Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

MSUના હોસ્ટેલ કેમ્પસમાં વોર્ડનને કોરોના, વિદ્યાર્થીઓના ટેસ્ટ કરાયા

On: December 30, 2021 8:34 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં પણ હવે કોરોનાની એન્ટ્રી થઈ છે.બોયઝ હોસ્ટેલના લાલ બહાદુર શાસ્ત્રી હોલના વોર્ડન કોરોનાથી સંક્રમિત થયા બાદ હોસ્ટેલ કેમ્પસમાં ખળભળાટ વ્યાપી ગયો છે.વોર્ડન સોશિયલ વર્ક ફેકલ્ટીમાં અધ્યાપક તરીકે પણ ફરજ બજાવે છે.

હોસ્ટેલના ચીફ વોર્ડન વિજય પરમારે એક વાતચીતમાં કહ્યુ હતુ કે, બે દિવસ પહેલા તેમને તાવ અને શરદી હોવાથી કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો અને આ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ આઈસોલેટ થઈ ગયા હતા.જોકે એલબીએસ હોલમાં ૩૪ વિદ્યાર્થીઓ પણ રહેતા હોવાથી  આજે કોર્પોરેશનની ટીમને બોલાવીને આ તમામનો ટેસ્ટ કરાવવામાં આવ્યો છે.તમામ  વિદ્યાર્થીઓનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.આમ છતા એલબીએસ હોલને તકેદારી માટે ત્રણ દિવસ ક્વોરેન્ટાઈન કરવાનો નિર્ણય લેવાયો છે.

આ દરમિયાન વિદ્યાર્થીઓને પણ હોલમાં જ પોતાના રુમમાં આઈસોલેશનમાં રહેવુ પડશે.તેમને નાસ્તા અને ભોજનની વ્યવસ્થા રુમમાં જ પૂરી પાડવામાં આવશે.હોલમાં બહારના વ્યક્તિને ત્રણ દિવસ માટે પ્રવેશ આપવામાં નહીં આવે.જો કોઈ વિદ્યાર્થીને કોરોનાના લક્ષણ નહીં દેખાય તો સોમવારથી તેમને જે-તે ફેકલ્ટીમાં ભણવા જવા દેવાની છૂટ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેરનુ જોર ઓછુ થયા બાદ સરકારની ગાઈડ લાઈન પ્રમાણે હોસ્ટેલમાં દરેક રુમમાં બે વિદ્યાર્થીઓને રહેવાની છુટ અપાઈ છે અને આ ગાઈડ લાઈન પ્રમામે હોસ્ટેલના મોટાભાગના રુમ ભરાઈ ગયા છે ત્યારે જ કોરોનાની એન્ટ્રી થઈ છે.આ પહેલા સોશિયલ વર્ક ફેકલ્ટીની જ એક વિદ્યાર્થિનીને ગયા સપ્તાહે કોરોના પોઝિટિવ આવ્યો હતો અને સંક્રમિત થયેલા વોર્ડન પણ આ જ ફેકલ્ટીમાં અધ્યાપક તરીકે ફરજ બજાવે છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!