Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

મહેસાણા શહેરમાં રખડતી ગાયોના ત્રાસથી લોકો ત્રાહિમામ્

On: December 30, 2021 2:04 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મહેસાણા,
તા.29

શીતળ ઠંડી પ્રસરાવતાં શિયાળાની વહેલી સવાર પડતાં જ મહેસાણા
શહેરના તોરણવાળી માતા ચોક સહિતના લોકોની અવરજવરથી ભરચક વિસ્તારોમાં રસ્તે રખડતી
ગાયોના ટોળા ઉતરી પડે છે. આવા રઝળતાં ઢોર રાહદારીઓ
, વાહનચાલકોને શીંગડે ભરાવી ફુટબોલની જેમ ફંગોળતાં હોય છે.
આવા રખડતાં પશુઓને નગરપાલિકા દ્વારા પકડી લઈને ઢોર ડબામાં પુરી દેવા અને પશુના
માલિકો પાસેથી કડક  કાર્યવાહી કરી તોતિંગ
રકમનો દંડ વસુલવાની માગણી લોકોએ ઊઠાવી હતી.

મહેસાણા શહેરના તોરણવાળી માતા ચોકના મુખ્ય બજારમાં હટાણું
કરવા સ્થાનિક  અને તાલુકા મથકોએથી સેંકડો
લોકો આવે છે. અહીં નગરપાલિકાએ સિટી બસ સ્ટેશન બનાવ્યું હોય મુસાફરોની સાથે સિટી
બસોની દોડધામ વધુ રહે છે. તેવી જ રીતે
,
નજીકમાં શાકમાર્કેટ આવેલી હોઈ સવાર અને સાંજ અહીં શાકબકાલુ ખરીદવા આવતાં
લોકોની ભારે ભીડ રહેતી હોય છે. તેમજ અહીંથી રેલવે સ્ટેશન તરફ જવાનો રોડ પસાર થતો
હોઈ ટ્રેનની મુસાફરી કરવા જતાં યાત્રાળુઓની આવનજાવન વધુ રહે છે. આટલું ઓછું હોય
તેમ તોરણવાળી માતા ચોક વિસ્તારના રોડ ઉપર ઘેટાં-બકરાંની જેમ ઠાંસીઠાંસીને મુસાફરો
ભરીને શટલિયા રિક્ષાઓ દોડતી હોય છે. આ વિસ્તારના જાહેર રસ્તાઓ પર સવાર અને સાંજે
શાળા-કોલેજના વિદ્યાર્થીઓની અવરજવર વધુ રહેતી હોય છે. અહીંના રોડ પર રખડતી ગાયોના
ટોળા અડીંગો જમાવીને બેસી જતાં હોય છે. તેથી રાહદારીઓ
, વિદ્યાર્થીઓ, વાહનસવારોને પસાર
થવામાં મૂશ્કેલી પડતી હોય છે. કેટલીક વખત ગાયો બાખડી પડી રાહદારીઓ
, વાહનચાલકોને
શીંગડે ચડાવી ફુટબોલની જેમ ફંગોળી દેતાં શારીરિક ઈજાનો ભોગ બનતાં હોય છે.

શહેરના રાધનપુર રોડ,
મોઢેરા રોડ, નાગલપુર
પાટિયા
, માનવ
આશ્રમ રોડ
, રીંગરોડ, ભમ્મરીયા નાળુ
વગેરે વિસ્તારોના જાહેર માર્ગો ઉપર પણ ગાયોના ટોળાં અઠ્ઠે દ્વારકા કરીને બેસી જતાં
અહીંથી પસાર થતાં વાહનચાલકો અકસ્માતનો ભોગ બને છે. તેથી લોકોને ઓછાવધતાં પ્રમાણમાં
ઈજા થતાં દવાખાને દાખલ થવાનો વારો આવે છે. તેવી જ રીતે
, વાહનો વચ્ચે
નાનામોટા અકસ્માતો સર્જાતા હોય છે. મહેસાણા નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા અહીંના
રસ્તાઓ પર અડીંગ જમાવતા રખડતાં પશુઓને પકડીને ઢોરના ડબામાં પુરી દેવાની માગણી
શહેરીજનોએ ઊઠાવી છે.

 મોઢેરા રોડ પર ગાય તોફાને ચડતાં લોકોમાં નાસભાગ

અત્રેના મોઢેરા રોડ પરના વેલકમ પાર્ટી પ્લોટ નજીકની શ્યામ
વિહાર સોસાયટી  વિસ્તારમાં આજે બુધવારે એક
કાળી ગાય તોફાને ચડી હતી અને રસ્તે ચાલતાં રાહદારીઓને ઢીંકે ચડાવતાં લોકોમાં
નાસભાગ મચી ગઈ હતી. રખડતી ગાય રોડ પર દોડવા માંડતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ
ગયા હતા. રખડતી ગાયની દોડધામથી ગભરાઈ ગયેલાં લોકોએ નગરપાલિકાને જાણ કરી હતી. જો કે
, મોડે સુધી
પાલિકાનો કોઈ કર્મચારી સ્થળ પર ડોકાયો નહીં હોવાની ચર્ચા લોકોમાંથી જાગી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!