મુંદ્રા બંદર પર 1000 કરોડનું આયાતી રક્તચંદન પકડાયું

On: December 30, 2021 1:43 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભુજ,બુાધવાર

ફરી એક વખત મુન્દ્રાના અદાણી બંદર વિસ્તારમાંથી મોટી માત્રામાં પ્રતિબંિધત રક્તચંદન નો જથૃથો ડી આર આઈ ની ટીમે પકડી પાડયો હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે આ જથૃથો પોર્ટ પરાથી ઝડપાયો છે જેની કિંમત કરોડો રૃપિયાને આંબી જાય તેમ છે.

જાણવા મળતી વિગતો મુજબ ડી આર આઈ ની ટીમ દ્વારા આ જથૃથો ઝડપી પાડવામાં આવ્યો છે. અંદાજિત ૨૫ મેટ્રિક ટન ની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ૧૦૦૦ કરોડની આંકવામાં આવે છે. દિલ્હી ની ભોલી એક્સપોર્ટ્સ નામની પેઢી જે આર્યન એન્ડ બ્રાસ બિલ્ડીંગ મટીરીયલ ના નામે પ્રતિબંિધત રક્તચંદન મોકલતા હોવાનું ખુલવા પામ્યું છે. આજે તપાસનો ધમાધમાટ ચાલી રહ્યો છે ટૂંક સમયમાં સમગ્ર હકીકતોનો પર્દાફાશ થાય તેમ છે .ભૂતકાળમાં પણ મુંદ્રા પોર્ટ પરાથી રક્તચંદન નો જથૃથો ઝડપાઈ ચૂકયો છે ત્યારે ફરી એક વખત રકતચંદનનો જથૃથો ઝડપાતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે. એક યા બીજી રીતે રક્તચંદન ના માફિયાઓ આ કરતૂત અજમાવી રહ્યા છે ત્યારે તપાસ એજન્સીઓ પણ હવે એલર્ટ બની છે. રક્તચંદન નો જથૃથો બહાર મોકલવો એ પ્રતિબંિધત છે તેમ છતાં આવા માફિયાઓ રૃપિયા મેળવવાની લાયમાં આ જથૃથો મોકલતા હોય છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સાઉાથની ફિલ્મ પુષ્પા રિલીઝ થઈ છે જેમાં પણ રક્તચંદન કઈ રીતે હેરાફેરી કરવામાં આવે છે આ રક્તચંદન નું શું મહત્વ છે આ રક્તચંદન કઈ રીતે પહોંચે છે તેની સમગ્ર હકીકતો આપવામાં આવી છે. એટલું જ નહીં આ રક્તચંદન કઈ જગ્યાએાથી મળી આવે છે તેની બજાર કિંમત શું છે તેની પણ હકીકતો આપવામાં આવી છે ત્યારે એક વાત ચોક્કસ છે કે આજે પણ રક્તચંદન પ્રતિબંિધત હોવા છતાં પણ આવા માફિયાઓ પોતાના કરતુંત અજમાવવાનું ચૂકતા નાથી. આ આ દેશ માટે નુકસાનકારક છે આવા તત્વોને ડામવા જરૃરી બની રહે છે. વર્ષો પૂર્વે જો વાત કરીએ તો અબજો રૃપિયાનો ચંદન પોર્ટ વિસ્તારમાંથી ઝડપાઇ ચુક્યો છે અનેક મોટા માથાઓના નામો પણ જે તે વખતે બહાર આવ્યા હતા ત્યારે ફરી આજ મોડસ ઓપરેન્ડીથી રક્તચંદન મોકલવામાં આવી રહ્યું છે તે એક હકીકત છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!