ધ્રોલ તાલુકાના માવાપર ગામની સીમમાંથી દેશી બંદૂક સાથે એક શખ્સ ને એસ.ઓ.જી.એ પકડ્યો

On: December 15, 2021 12:14 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર તા ૧૫, 

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના માવાપર ગામની સીમ વિસ્તારમાંથી ગઈ રાત્રે એસ.ઓ.જી. શાખાની ટુકડીએ એક શખ્સ ને દેશી બનાવટની જામગરી બંદૂક સાથે પકડી પાડયો છે, અને તેની સામે હથિયાર ધારા ભંગ બદલ ગુનો નોંધ્યો છે.

આ દરોડાની વિગત એવી છે કે જામનગરની એસ.ઓ.જી. શાખાને ચોક્કસ બાતમી મળી હતી કે ધ્રોળ તાલુકાના ચામુંડા પ્લોટ માં રહેતો આરીફ સલીમભાઈ કેર નામનો ૨૨ વર્ષનો ડફેર શખ્સ કે જે પોતાના કબજામાં ગેરકાયદે હથિયાર દેશી બનાવટની જામગરી બંધક સાથે ફરી રહ્યો છે.

જે ચોક્કસ બાતમીના આધારે ગઇરાત્રે એસ.ઓ.જી. શાખા ની ટુકડીએ માવાપરની સીમ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. દરમિયાન ત્યાંથી આરીફ સલીમભાઈ ડફેર ને પકડી પાડયો હતો, અને તેના કબજામાંથી ગેરકાયદે હથિયાર દેશી બનાવટની જામગરી બંદૂક કબજે કરી છે. જેની સામે ધ્રોલ પોલીસ મથકમાં હથિયાર ધારા ભંગ બદલનો ગુનો દાખલ કરાયો છે, અને તેની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!