જામનગરના ધરારનગર વિસ્તારમાં રહેતા યુવાન પર જૂની અદાવતના કારણે હીચકારો હુમલો

On: December 15, 2021 12:37 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– તલવાર-ધોકા જેવા હથિયારો સાથે આઠ શખ્સો તૂટી પડ્યા હોવાથી યુવાન ને ગંભીર ઇજા: પોલીસ ફરિયાદ નોંધાવાઈ

જામનગર તા ૧૫, 

જામનગરના બેડી ધરાનગર વિસ્તારમાં રહેતા યુવાન પર ગઇકાલે ઘણી યાદ આવે તેના કારણે હુમલો કરાયો હતો અને આઠ શખ્સો તલવાર ધોકા જેવા હથિયારોથી તૂટી પડ્યા હતા જેથી યુવાનને ફેક્ચર થયું ભેગા થવાથી સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરાયો છે.આ બનાવ અંગે પોલીસે આઠ શખ્સો સામે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે અને તમામની શોધખોળ હાથ ધરી છે હા હુમલાના બનાવની વિગત એવી છે કે જામનગરના ધરારનગર વિસ્તારમાં રહેતા અફઝલ ઈસ્માઈલભાઈ ખફી નામનો ૨૧ વર્ષીય સુમરા યુવાન ગઈ રાત્રિના  કામ પરથી છૂટીને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે જૂની અદાવતના કારણે યાસીન ઉર્ફે યાસલો સીદીકભાઇ, મનસુર સીદીકભાઇ, યાસીનનો ભાણેજ મોઇન, કામીલ,અનુડો,મામદ સુમરો  તથા અન્ય બે શખ્સઓ કોઈપણ કારણ વગર અફઝલ પર છરી, તલવાર,ધોકા, પાઇપ વડે તૂટી પડતા યુવાનને માથાના તેમજ ગાલના ભાગે ગંભીર ઇજા થઇ હતી

જેથી લોહી-લુહાણ હાલતમાં જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, ત્યાં ફરજ પરના તબીબે માઇનોર હેમરાજ હોવાનું જણાવતાં તાત્કાલિક ટાંકા સહિત સર્જરી કરવાનો વારો આવ્યો હતો.

ધરાનગર માં માથાકૂટ થયાની વાત વાયુવેગે પ્રસરી જતા હોસ્પિટલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

આ બનાવની જાણ થતાં સીટી બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો, અને કોઈ અનિચ્છનીય બનાવ ‘ન’ બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, અને બનાવ નું કારણ જાણવા કવાયત હાથ ધરી હતી.

આ પ્રકરણમાં પોલીસે અફઝલ ઈસ્માઈલભાઈ ખફીની ફરીયાદ પરથી રાયોટીંગ સહિતની આઈ.પી.સી. કલમ -૩૨૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬ ( ૨ ) ,૧૪૩, ૧૪૬, ૧૪૭, ૧૪૮ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ ( ૧ ) મુજબ ગુનો નોંધી આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!