
તા.10/12/2021 ની સમય 12:45 AM એ બી.આર.એસ.કોલેજ બીલપુડી ના વિધાર્થીઓ એ એમની વર્ષો જૂની વિવિધ પડતર માગણી ઓ માટે શરૂ કરેલ ગાંધી ચીંધ્યા માર્ગે બેસેલ વિધાર્થીઓ ના સત્યાગ્રહ ની વાંસદા અને ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ જાણ થતા વિધાર્થીઓ ને સમર્થન જાહેર કર્યું છે એટલુંજ નહિ તેઓ આજે વિવિધ ગામ ના આગેવાનો સાથે રાત્રે 12:45 પણ અડગ ધરમપુર આવી ને વિધાર્થીઓ સાથે બેઠા હતા અને વિધાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા તેમના હક્ક ની લડાઈ માં અનંત પટેલ પણ તેમની પડખે હોવાની ખાતરી આપી હતી તેઓ એક સાચા લોકનેતા અને આદિવાસી સમાજ ના મસીહા તરીકે ની જે લોકો દ્વારા નામ આપવામાં આવ્યું છે તે હકીકત માં આજે ધરમપુર માં સાબિત થઈ રહ્યું છે. અને વિદ્યાર્થીઓ આટલી કડકડતી ઠંડી માં પણ બહાર ખુલ્લા માં બેસી રહ્યા હતા
આમ આજે 48 કલાક થવા છતાં પણ બિલપુડી ના વિધાર્થીઓ દ્વારા મૌન અને ઘરણા પ્રદર્શન સતત ચાલુ રહ્યું છે





