અંબાચ ગામના સરપંચ પદના ઉમેદવાર તરીકે મનીષા બેન વિજય ભાઈ પટેલે 11 સભ્યો સાથે ઉમેદવારી નોંધાવી

On: December 2, 2021 5:40 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

પારડી તાલુકાના અંબાચ ગ્રામ પંચાયત માં સરપંચ પદ ના ઉમેદવાર તરીકે મનીષા બેન વિજય ભાઈ પટેલે પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી છે 


આગામી તારીખ 19 ડીસેમ્બર ના રોજ આવી રહેલી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માટે 4 ડિસેમ્બર ઉમેડવારી ફોર્મ ભરવા માટે ની અંતિમ તિથિ હોય મોટી સંખ્યા માં ઉમેદવારો આજે તારીખ 2 ડિસેમ્બર ના રોજ મામલતદાર કચેરી ઉપર ઉમેદવારી ભરવા માટે પોતાના સમર્થકો સાથે ઉમટી પડ્યા હતા આજે પારડી તાલુકા ના અંબાચ ગ્રામ પંચાયત ની સરપંચ પદ ની મહિલા બેઠક માટે મનીષા બેન વિજય ભાઈ પટેલે પોતાના 11 જેટલા વોર્ડ ના સભ્યો સાથે વિધિવત રીતે પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને વિજય નો દાવો પણ કર્યો હતો તેમના દ્વારા ગામના વિકાસ ના કર્યો ને અગ્રીમતા ના ધોરણે કરવામાં આવશે આરોગ્ય શિક્ષણ અને રોડ રસ્તા અને વીજળી ના કર્યો ને પ્રાથમિકતા ધોરણે હાથ ઉપર લેવામાં આવશે નું જણાવ્યું હતું  જોકે પૂર્વીય વિસ્તાર ના ફળીયા ઓ માં મનીષા બેન ને અનેક ફળીયા ના લોકો નો આવકાર અને સારો એવો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે જોકે અંબાચ ગામે તેમની સામે વધુ ત્રણ જેટલા અન્ય સરપંચ પદ ના ઉમેદવારો પણ ચૂંટણી મેદાન માં ઉતર્યા છે ત્યારે હવે આગામી તારીખ 19 ડિસેમ્બર ના રોજ મતદારો ક્યાં ઉમેદવાર ઉપર પોતની પસંદગી ઉતારે તે તો પરિણામ ના દિવસે જ પરિણામ જાહેર થાય ત્યારે બહાર આવશે જોકે હાલ તમામ ઉમેદવારો એ ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ જીત નો દાવો કરતા જોવા મળી રહ્યા હતા

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!