આવનારા દિવસોમાં ઠંડી , વાવાઝોડુ અને વરસાદની આગાહી

On: November 30, 2021 3:26 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભરૂચ: હવામાન ખાતાના સુત્રોના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં ડીપ્રેશન સર્જાતા આગામી દિવસોમાં એટલે કે તા- ૧ થી ૩ ડિસેમ્બર સુધીના દિવસોમાં ભરૂચ જિલ્લામાં કાતિલ ઠંડી સાથે તીવ્ર પવન એટલે કે વાવાઝોડું અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે . હવામાન ખાતાની આગાહી મુજબ આ દિવસો દરમ્યાન સમગ્ર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે . આવી આગાહી કરાતા જ ભરૂચ જિલ્લાના ખેડૂતો ચિંતામા ગરકાવ થઈ ગયા હતા . હાલ ખેતરોમાં ઉભા પાક માટે વાવાઝોડુ અને વરસાદ ખુબજ નુકશાન કારક સાબિત થશે ત્યારે વર્ષ ૨૦૨૧ ના અંતિમ દિવસોમાં પણ કુદરતી આફતો અવિરત ચાલુ જ રહી છે એમ કહી શકાય  વર્ષ ૨૦૨૧ માં ભરૂચ જિલ્લાના કિસાનોને કુદરતી આફતોથી ખુબ મોટું નુકશાન થયું છે . આ સાથે આગામી દિવસો એટલે કે તા .૩ ડિસેમ્બરસુધીમાં ભરૂચ જિલ્લાના માછીમારોને દરિયો ન ખેડવા અંગે સુચન કરવામાં આવેલ છે . આ લખાય છે ત્યારે બપોરના ૧ વાગ્યાના સુમારે ભરૂચ મેરીટાઇમ બોર્ડના અધિકારી ઓનો સંપર્ક કરતા તેમણે દહેજ ખાતે દરિયા પર ભયજનક સ્થિતિની સુચના આપતુ સિગ્નલ લગાડયા હોવાનું જણાવ્યું નથી પરંતુ સમીસાંજ અથવા તો મોડી રાત્રે પરિસ્થિતિ બદલાઈ શકે  છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

Ajay’s Cafe ફૂડથી આગળ વધીને ચેસ દ્વારા પણ ફેલાવી રહ્યું છે ‘હેપ્પી વાલી ફીલિંગ’

કપરાડાની પૂજ્ય મોટા હાઈસ્કૂલ(માની)ના તેજસ્વી વિદ્યાર્થીઓએ કર્યો હવાઈ પ્રવાસ, દ્વારકાધીશના દર્શનનો મળ્યો લ્હાવો

ક્યાં એક તરફ મોંઘી દાટ મર્સીડીઝ કાર માં નીકળતી વર યાત્રા ને ક્યાં સંસ્કૃતિ ને બચાવવાં માટે નીકળતી બળદ ગાડાં માં નીકળેલી જાન.નો ઠાઠ..

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 19 જૂને રાષ્ટ્રીય કાર્યક્રમ, વાપીમાં રાજુ શ્રોફ ઓડિટોરિયમ ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ

ધરમપુર વિલ્સન હિલ ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરાયું

ધરમપુર આસપાસની નદીઓમાં બેફામ રેતી ખનન સામે કાર્યવાહી, માત્ર ચાર ટ્રક જપ્ત થતા અનેક સવાલો

error: Content is protected !!