Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

સુરત: ઝેરી દવા પીને પોતાની પત્ની સાથે છેલ્લી ચા પીધા બાદ આધેડનું મોત

On: November 30, 2021 2:44 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

સુરત, તા. 30 નવેમ્બર 2021 મંગળવાર

કતારગામમાં પતિ એ પહેલા ઝેરી દવા પીને ત્યારબાદ પત્નીને કહ્યું કે, ચાલ આજે તારી સાથે છેલ્લી ચા પી લઉ. પરંતુ થોડીવાર બાદ આ આધેડ જમીન ઉપર ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પર ના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર કતારગામના મગન નગર ખાતે રહેતા ધીરૂભાઇ બચુભાઇ ઉનાગરે આજે સવારે ઝેરી દવા પી લીધી હતી. થોડીવાર બાદ ધીરૂભાઇ બહાર રૂમમાં આવ્યા હતા અને પત્ની ભાવનાબેનને કહયુ કે”ચાલ આજે તારી સાથે છેલ્લી ચા પી લઉં,મેં દવા પી લીધી છે. ચા પીતાની સાથે જ ધીરૂભાઇ જમીન ઉપર ઢળી પડ્યા હતા.જેથી તેમની પત્ની એ બુમાબુમ કરતા તેમના બંને પુત્રો દોડી આવ્યા હતા અને પિતાને તાત્કાલીક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. પરંતુ વધુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું.

બનાવ અંગે મૃતક ના પુત્ર અક્ષયએ કહ્યું કે, અમે ભાવનગરના મહુવાના વતની છે. અમે બે ભાઈ અને માતા ભાવનાબેન સાથે રહીએ છીએ. મારી માતા ઘર કામ અને પિતા ધીરુભાઈ રત્નકલાકાર તરીકે કામ કરતા હતા.

અમે બંને ભાઇઓ સૂતા હતા. વહેલી સવારે માતાએ બુમાબુમ કરી ત્યારે ખબર પડી કે પિતાની તબિયત ખરાબ છે. અમે મારા પિતાને રિક્ષામાં લઇને હોસ્પિટલ આવ્યા હતા. પરંતુ તેઓનું મોત નીપજ્યું હતું. છેલ્લા ઘણા સમયથી મારા પિતા બિમારીને કારણે અશક્ત રહેતા હતા. તેઓને મળવા માટે અમારા અનેક સંબંધીઓ આવતા હતા. પરંતુ અશક્તિના કારણે જાણે કે પિતાએ આત્મહત્યાનું વિચારી જ લીધું હોય તેમ આજે સવારે તેઓએ દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!