[ad_1]

વડોદરા, તા. 24 નવેમ્બર 2021 બુધવાર
દક્ષિણ તથા પશ્ચિમ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે વડોદરા મહાનગર પાલિકાએ સિંધરોટ ખાતે મહીસાગર નદીમાંથી પાણી મેળવવાનું આયોજન હાથ ધર્યું હતું. જોકે પ્રોજેક્ટ સ્થળ સ્ટેટ હાઇવેના દાયરામાં આવતું હોય ખાનગી જમીનમાં શિફ્ટિંગ માટે હવે વધારાનો 10.59 કરોડનો ખર્ચની મંજૂરી મેળવવાનું કામ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થયું છે. હવે વધારાના ખર્ચ બાબતે અગાઉના સર્વે અંગે સવાલો ઉદ્દભવ્યા છે.
વડોદરા શહેરમાં આગામી 30 વર્ષ ની વસ્તી તથા વિકાસ અને વિસ્તારને ધ્યાનમાં લઈને મહીસાગર નદીમાં સિંધરોટ ઉપરવાસમાંથી 300 એમ.એલ.ડી પાણીનો જથ્થો મેળવવા વડોદરા મહાનગર પાલિકાને નર્મદા જળસંપત્તિ પાણીપુરવઠા અને કલ્પસર વિભાગ ગાંધીનગર તરફથી દરખાસ્તને વર્ષ 2016 દરમિયાન મંજૂરી મળી હતી. જેના અનુસંધાને 300 એમ.એલ.ડી ક્ષમતાનો ઇન્ટેક વેલ 150 એમએલડી ક્ષમતાનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 300 એમએલડી ક્ષમતાની ટ્રાન્સમિશન લાઈન તથા 10 એમ.એલ.ડી ક્ષમતાની પંપીંગ મશીનરીનો ટેન્ડરમાં સમાવેશ થાય છે.
વર્ષ 2017 દરમિયાન પાલિકાએ 14.18 % વધુના ક્રિષ્ના કોર્પોરેશન રાજ કમલ બિલ્ડર્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર 165.75 કરોડનું કામ સ્ટેન્ડીંગ કમિટીમાં મંજૂર થયું હતું. અગાઉ નક્કી કરેલી સિંધરોટ સ્ટેટ હાઇવેની જમીનમાં પ્રોજેક્ટ શરૂ કરવામાં આવે તો ભવિષ્યમાં ટ્રાફિકનું ભારણ વધતા અથવા રોડ -બ્રિજ વાઇન્ડીંગની કામગીરી સમય એપ્રોચ બ્રિજ તથા પેનલ રૂમનું બાંધકામ શિફ્ટ કરવાનું થાય તો તેનો ખર્ચ પાલિકાને ભગવવો પડે તથા લાંબા સમય માટે પાણીકાપની નોબત આવે તેવી શક્યતા ઉદ્ભવી હતી. જેથી પાલિકાએ સિંધરોટ સ્ટેટ હાઇવેની સીમારેખા બહાર ખાનગી જમીન સંપાદન કરી પેનલ રૂમ તથા સ્ટીલ બ્રિજની કામગીરી નો નિર્ણય લીધો હતો. જ્યાં નદીના લેવલ પ્રમાણે 07 મીટર જેટલું પુરાણ , પ્લોટની ફરતે આરસીસી વોલ તથા ફેન્સીંગ કરવાની જરૂરિયાત ઊભી થઇ હતી.
આ ઉપરાંત આ જમીનમાં ઉભા થનારા પેનલ રૂમનું ઇન્ટેક વેલથી ડિસ્ટન્સ વધતા ઇન્ટેક વેલના એપ્રોચ બ્રિજની લંબાઇમાં પણ વધારો થયો હતો. પાઈપલાઈન નેટવર્કની કામગીરી દરમિયાન રૂટમાં આવતા સ્ટ્રક્ચરના રિસ્ટોરેશનની કામગીરીના પગલે એક્સ્ટ્રા ખર્ચ થશે. પ્રથમ તબક્કે પાણીનો જથ્થો સિંધરોટ થી કલાલી તરફ અને બીજા તબક્કે સિંધરોટ થી જાંબુઆ પાણીની ટાંકી તરફ વિતરણ કરાશે. આ માટે વધારાના 1.30 કરોડ ખર્ચને અગાઉ મંજૂરી મળી હતી.
આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખી કોન્ટ્રાક્ટર દ્વારા ઇન્ટેકવેલની કામગીરીમાં 3.49 કરોડ, પાઇપ લાઇનની કામગીરીમાં 90.08 લાખ તથા એક્સ્ટ્રા આઇટમના 6.20 કરોડ મળી કુલ 10.59 કરોડનો વધારો કર્યો છે. હવે અગાઉના ભાવપત્ર મુજબ 165.35 કરોડના બદલે વધીને 176.35 કરોડનો ખર્ચ થશે.
[ad_2]
Source link








