[ad_1]

વડોદરા, તા. 24 નવેમ્બર 2021 બુધવાર
વડોદરા નજીકના એક ગામમાં બે સંતાનની માતા ઘેર એકલી હોય અને પતિ કામ માટે બહાર હોય ત્યારે શેરખી ગામમાં દલપતનગર ખાતે રહેતો રાજ ચન્દ્રસિંહ ગોહિલ અચાનક આવીને મહિલાનો હાથ પકડી પોતાની સાથે પ્રેમસંબંધ રાખવા દબાણ કરતો હતો.
છેલ્લા ત્રણ માસથી રાજની હરકતોથી કંટાળી મહિલાએ રાજને મારવાની ધમકી આપી હતી પરંતુ રાજ મહિલાને હેરાન કરતો હતો. સવારે રાજ મહિલાના ઘર પાસે જઈ બદનામ કરવાની ધમકી આપી મોટે મોટેથી અપશબ્દો બોલતો હતો. આ અંગે મહિલાએ રાજ ગોહિલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
[ad_2]
Source link








