કેનેડાના વિઝા અપાવાના બહાને કડીના ડોકટર પાસેથી 16 લાખ રૃપિયા ખંખેર્યા

On: November 24, 2021 2:20 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

કડી તા.23

કડીમાં દવાખાનું ધરાવતા ડોકટરને કેનેડાના વર્ક પરમીટ વિઝા
જોઈતા હોવાથી તેઓએ અલગ અલગ એજન્ટો પાસે માહિતી મેળવતા હતા. ત્યારે ફેસબુક દ્વારા
સંપર્કમાં આવેલા જીતેન્દ્રસિંહ જી.જોહલ નામના એજન્ટ તેમને વિશ્વાસમાં લઈ ટુકડે
ટુકડે અલગ અલગ કામ પેટે રૃ ૧૬ લાખ જેટલી રકમ લીધા બાદ પણ વિઝા ના આપતા એજન્ટ
વિરૃદ્ધ ડોકટરે છેતરપિંડીની ફરીયાદ નોધાવી છે.

લોકોને વિદેશમાં વસવાટ કરવાનો ચસ્કો લાગ્યો હોવાનો અત્યારના
સમયમાં જોવા મળી રહ્યું છે તેવામાં વિદેશમાં સ્થાયી થવાના સપનાં જોતા લોકો કેટલાક
ઠગબાજો ની વાતોમાં વિશ્વાસ માં આવી જઈ લાખો રૃપિયા ગુમાવી રહ્યા છે.વિદેશમાં
સ્થાયી કરવાના રૃપાળાં સપનાં બતાવી કેટલાક ઠગો લોકો પાસેથી લાખો રૃપિયાનો ચૂનો
લગાડી રહ્યા હોવાના કિસ્સા કેટલાક સમયથી પ્રકાશિત થઇ રહ્યા છે.કડીમાં આવોજ એક
ચેતવણીરૃપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.  
કડીમાં સુજાતપુરા રોડ ઉપર આવેલ કૃપાનગર સોસાયટી ખાતે ક્લિનિક ધરાવતા
ડા.સમીરભાઈ સુરેશચંદ્ર પંડયાને ૨૦૨૦ માં કેનેડા વર્ક પરમિટ વિઝા ઉપર જવાનું હોવાથી
તેમણે જુદા જુદા એજન્ટો પાસે માહિતી મેળવવાની ચાલુ કરી હતી. જેમાં ફેસબુકમાં
જીતેન્દ્ર સિંહ જી.જોયલ નામનું એકાઉન્ટ ધરાવતી વ્યક્તિ કેનેડાના વિઝાનું કામ કરતી
હોવાથી તેમણે તેને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી કેનેડાના વિઝા માટે વાતચીત કરી
હતી.વાતચીત દરમ્યાન કેનેડાના વર્ક પરમીટ વિઝાના ૧૬ લાખ નક્કી કરી સ્ટેપ વાઈઝ કામના
પ્રમાણમાં પૈસા આપવાનું નક્કી થયું હતું.જેમાં ડોકટરે તેમની પત્ની અને તેમના
ડોક્યુમેન્ટ સ્કેન કરી એજન્ટ દ્વારા આપવામાં આવેલ મેઈલ ઉપર મોકલ્યા હતા.જે દરમ્યાન
એજન્ટ દ્વારા ટુકડે ટુકડે ડોકટરને વિશ્વાસમાં લઈ શરૃઆત માં પ્રતિક કથરોટિયાના
ખાતું એક્સિસ બેંક ગજેરા રોડ સુરતની શાખામાં ૩ લાખ
,૩૦/૦૧/૨૦૨૧ ના રોજ ૫ લાખ,૧૦/૦૨/૨૧ ના ૮ લાખ ટ્રાવેલ કો ઓર્ડીનેટરના ખાતામાં જમા
કરાવ્યા હતા.ત્યાર બાદ એજન્ટે દિલ્હી બોલાવ્યા હતા પરંતુ દિલ્હી માં તોફાન થયું
હોવાનું બહાનું કાઢી તેમને ના પાડી હતી.બીજા ૯૮ હજાર અને ૬૫૦૦ ડોલર રીન્યુ
કરાવવાનું એજન્ટ દ્વારા કહેતા ફરીયાદીએ પૈસા આપ્યા ન હોતા.ફરીયાદી સમીરભાઈ પંડયાએ
વિઝા માટેની ઉઘરાણી કરવા છતા એજન્ટ દ્વારા વિવિધ બહાના બતાવી તેમને વિઝા નહિ આપતા
સમીરભાઈ પંડયાએ કડી પોલીસ સ્ટેશનમાં ફેસબુક એકાઉન્ટ ધરાવતા જતિન્દ્રસિંહ જી જોહલ
વિરૃદ્ધ કેનેડાના વર્ક પરમિટ વિઝા નહિ આપી છેતરપિંડી કરી રૃ ૧૬ લાખ પડાવી લીધા
હોવાની ફરીયાદ નોધાવી છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!