[ad_1]
મહેસાણા,
તા. 23
મહેસાણા આરટીઓ કચેરીમાં દલાલ એજન્ટોનું કાયમી રાજ રહેવા
પામ્યું છે. જો એજન્ટ ન હોય તો અરજદારોને ધરમધક્કા ખાવા પડી રહ્યા છે. જેમાં
ધારાધોરણ મુજબની ફી કરતાં વધુ નાણાં એજન્ટો પડાવી તગડી કમાણી કરતા હોવાનું
અરજદારોની બુમરાડ ઉઠી છે.
મહેસાણા આરટીઓ કચેરીમાં થોડાક સમય અગાઉ ગાંધીનગર દ્વારા
તપાસ હાથ ધરાતાં એજન્ટોને પાબંધી ફરમાવાઈ હતી. પરંતુ તે થોડોક સમય બંધ રહ્યા બાદ
ફરીથી એજન્ટો સક્રિય બનતા આરટીઓ અધિકારી,
કર્મચારીઓ તેમજ દલાલ એજન્ટો,
વચેટીયાઓની મીલીભગતથી લાયસન્સ,
ડ્રાયવિંગ ટેસ્ટ, રીન્યુ
કરવા તેમજ વિવિધ પ્રકારની આરટીઓની કામગીરીમાં જો એજન્ટ વચેટીયાઓ ન હોય તો કામ થતું
નથી તેમજ આ એજન્ટો નિયત કરેલ ફી વગેરેમાં અરજદારો પાસેથી વધુ રકમ ઉઘરાવી આરટીઓ
સાથે ભાગબટાઈથી કામો થઈ રહ્યા હોવાનો અરજદારો પણ આક્ષેપ કરી રહ્યા છે અને તગડી
કમાણી વચેટીયાઓ કરી રહ્યા છે. આરટીઓ ગેટ પર રાખેલ સિક્યુરિટીના માણસો પણ આરટીઓ
અધિકારીને મળવા જવું હોય તો અંદર પ્રવેશવા દેતા પણ નથી. જેથી સામાન્ય વાહનચાલકે, અરજદારો વગેરેના
કામો માટે વારંવાર ધક્કા ખાવા પડે છે. જો એજન્ટ દ્વારા ગયા હોય તો તમારું કામ તાત્કાલિક
કરી આપવામાં આવે છે. આરટીઓ કચેરીમાં ટેબલ પરના કોઈ કર્મચારી વિશે પુછપરછ કરવામાં
આવે તો કોઈ જ જવાબદારી માથે રાખવા તૈયાર નથી. આમ આરટીઓ કચેરીમાં કાયમી લાલીયાવાડી
ચાલી રહી છે જેમાં ઉચ્ચ લેવલે કોઈ તપાસ થશે ખરી ?
[ad_2]
Source link








