[ad_1]
મહેસાણા,તા.20
મહેસાણા નગર પાલિકાની કારોબારી સમિતીની બેઠક આગામી ૨૪
નવેમ્બરના રોજ યોજાનાર છે. જેમાં શહેરમાં કરાનાર વિકાસના વિવિધ કામોની ટેન્ડર
પ્રક્રિયા બાદ એજન્સી દ્વારા આપવામાં આવેલા ભાવોને ચર્ચા કરીને મંજુર કરવામાં
આવનાર છે.
ભાજપ સાશિત મહેસાણા નગર પાલિકાના સભાખંડમાં આગામી
તા.૨૪-૧૧-૨૦૨૧ના રોજ કારોબારી સમિતીને બેઠક ચેરમેન કૌશિક વ્યાસના અધ્યક્ષતામાં
યોજાનાર છે. જેમાં વિકાસના કામો મંજુર કરવા માટેની અલગ અલગ કુલ ૨૧ દરખાસ્તો
મુકવામાં આવી છે. આ કામોની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવતા એજન્સીઓ દ્વારા ભાવની
ઓફર કરવામાં આવી છે.જે પૈકીની વધુ ભાવ હોવાથી એજન્સીઓને અગાઉ નેગોસીએશન માટે
પાલિકા દ્વારા બોલાવવામાં આવી હતી.ત્યારબાદ તેમણે નવા ભાવ આપતાં તે અંગે
કારોબારીમાં ચર્ચાઓ કરીને મંજુર કરવામાં આવનાર છે.દરખાસ્તો પૈકી મુખ્યત્વે પાલિકા
હસ્તકની બીલ્ડીંગ રીપેરીંગ,
રાજમાતા સિંધીયા ઉદ્યાન,
પરા વિસાતરમાં સીસી રોડ અન બ્લોક,
વિવિધ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ,
પાણીની પાઈપ લાઈન રીપેરીંગ,
ટીબી રોડ પર નવીન ટયુબવેલ,
એલઈડી લાઈટ ફીકચર્સ સહિતના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
[ad_2]
Source link






