[ad_1]
હિંમતનગર, તા. 20
અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કોરોના
વેક્સિનેશન અભિયાન ઘેર ઘેર વેગવંતુ બનાવાયું છે. છેલ્લા ૩ દિવસમાં આરોગ્ય વિભાગ
દ્વારા કુલ ૧૧,૬૬૮ લોકોને રસીના ડોઝ અપાયા છે. દિપાવલીના તહેવારો પછી તંત્રએ
હરઘર દસ્તક અભિયાન હેઠળ ડોર ટૂ ડોર વેક્સિનેશન અભિયાન તેજ બનાવ્યું છે.
આરોગ્ય વિભાગ દ્વારા પ્રથમ અને બીજા ડોઝથી વંચિત રહેલા લોકો
માટે હવે હરઘર દસ્તક અભિયાન ચલાવાઈ રહ્યું છે. જિલ્લામાં તા.૧૮ નવેમ્બરથી આ અભિયાન
ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં શરૃ કરવામાં આવ્યું છે. જેમાં આરોગ્ય વિભાગની વિવિધ
ટીમો દ્વારા દરેક ઘરની મુલાકાત લઈ રસીકરણથી વંચિત રહેલા લોકોને રસીના ડોઝ આપવામાં
આવી રહ્યા છે. ત્રણ દિવસમાં જ આરોગ્ય વિભાગ દ્વારા હરઘર દસ્તક અભિયાન અંતર્ગત કુલ
૧૧,૬૬૮નું વેક્સિનેશન કરવામાં આવ્યું
હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવામાં આવ્યું છે.
[ad_2]
Source link






