શિક્ષક સંઘની ચૂંટણી મા કોણ બાજી મારશે?
બિપિનભાઈ પટેલ કે પછી જયેશભાઇ ગરાસિયા


વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘની ચૂંટણી શનિવારે (૨૭ જૂને) યોજાવાની છે. જિલ્લામાં પ્રાથમિક શિક્ષક વર્ગમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ચૂંટણીમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના ૧૦૭૯ ડેલીગેટો મતદાન કરશે.ચૂંટણીને બિનહરીફ બનાવવા તથા શિક્ષકો વચ્ચે બિનજરૂરી સંઘર્ષ ટાળવા હોદ્દેદારો તરફથી ભારે પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ આ શક્ય બન્યું નહીં. છેલ્લે આ શક્યતા ન રહેતાં ચૂંટણી પ્રક્રિયા આગળ વધી છે.જિલ્લાના પ્રાથમિક શિક્ષણ સંઘની મુદત પૂરી થતાં ૨૭ જૂને ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં એક પેનલમાં પ્રમુખ તરીકે બિપિન પટેલ (મોટા ભવાડા પ્રા.શાળા કપરાડા ) એ ઉમેદવારી કરી છે. જેઓ કપરાડા તાલુકા શિક્ષક સંઘના બે ટર્મના પ્રમુખ રહી ચૂક્યા છે. હાલ જિલ્લા કર્યાધ્યક્ષ તરીકે ફરજ બજાવે છે. જ્યારે અન્ય એક પેનલમાં જ્યેશભાઈ ઉ. ગરાસિયા (ઊગતા, ધોળમાળ પ્રા.શાળા, ધરમપુર) એ પ્રમુખ પદ માટે ઉમેદવારી કરી છે. જેઓ ધરમપુર ટીચર સોસાયટીના પ્રમુખ તરીકે કાર્યરત છે.સવારની શાળા અને ત્રણ દિવસ સુધી ચાલેલા શાળા પ્રવેશોત્સવ સહિતના મુદ્દે ઉમેદવારોને પ્રચાર કરવાનો ઓછો સમય મળતા ચૂંટણીના પરિણામો, સમીક્ષણો, ધારણા બદલાઈ જવાની શક્યતા પણ શિક્ષણ આદોલનમાં વર્તાઈ રહી છે.આ ચૂંટણીમાં આગેવાનો વચ્ચે સમરસતા કરવાના પ્રયાસો નિષ્ફળ નીવડ્યા છે. જિલ્લામાં શિક્ષક સમાજમાં ચર્ચાનો વિષય બની રહેલી આ ચૂંટણીમાં ૧૦૭૯ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.



