જો મેનુ મુજબ આશ્રમ શાળામાં બાળકો મેં ભોજન ના આપ્યું તો ખેર નહિ : નરેશભાઈ પટેલ
ગુજરાતની દરેક આશ્રમ શાળામાં હવે ભોજન અંગે આકસ્મિક ચેકીંગ માટે બનાવાઈ છે કમિટી..

નાનાપોઢા તાલુકાના ખૂટતી ગામે વૃંદાવન આશ્રમશાળા ના નવા મકાનના ઉદ્ઘાટન પ્રસંગે આવેલા આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે પોતાના તીખા તેવર બતાવ્યા હતા . તેમણે જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં આશ્રમ શાળાના બાળકોના ભોજન અંગે તેમજ તેની વ્યવસ્થા અંગે અનેક ફરિયાદો સામે આવી રહી છે તેમણે કહ્યું કે આ ફરિયાદોને ધ્યાને રાખીને હવે વિશેષ કમીટી બનાવવામાં આવી છે જેમાં સ્થાનિક અધિકારી અને સ્થાનિક અગ્રણીઓને સાથે રાખી હવે આશ્રમશાળા નો આકસ્મિક સેટિંગ કરવામાં આવશે અને જો આ ચેકિંગ દરમિયાન મેનુ મુજબનું ભોજન આપવામાં નહીં આવતું હોય તો તેવી આશ્રમ શાળા સામે કડક કાર્યવાહી કરાશે અને તેમ છતાં પણ જો આવી આશ્રમશાળા નું વલણમાં સુધારો ન થાય તો આશ્રમશાળા ને બંધ કરી દેવા સુધીની પણ કાર્યવાહી કરવા અમે મક્કમ બન્યા છે કારણ કે છેલ્લા કેટલાક સમયથી સરકાર બાળકોના શિક્ષણ માટે અને ઉચ્ચ ગુણવત્તા માટે વિશેષ ભાર મૂકી રહી છે ત્યારે આશ્રમશાળા ના સંચાલકો સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટનો ગેર વહીવટ કરતા હોવાનું પણ ધ્યાને આવી રહ્યું છે ત્યારે આવી આશ્રમ શાળાઓ સામે લાલ આંખ કરવામાં આવશે
આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ જણાવ્યું કે સરકાર બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે તેમજ તેના સર્વાંગી વિકાસ માટે બહાર મૂકી રહી છે અને તે માટે સરકાર દ્વારા આશ્રમશાળાઓને વિશેષ ગ્રાન્ટ આપવામાં આવી રહી છે અગાઉ બાળકોને માત્ર 1500 રૂપિયા એક બાળક દીઠ ભોજનનો ખર્ચ આપવામાં આવતો હતો પરંતુ હવે આશ્રમશાળામાં દરેક બાળક દીઠ 2500 રૂપિયા જેટલો ખર્ચ આપવામાં આવી રહ્યો છે તેમ છતાં પણ કેટલીક આશ્રમશાળા ના સંચાલકો ભોજનની ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરતા નથી તેમ જ અઠવાડિયાના મેનુ મુજબ જે ભોજન બાળકોને પીરસવાનું થતું હોય છે તે પીરસતા પણ નથી ત્યારે આવી અનેક ફરિયાદો અમારી સમક્ષ આવી છે જેને ધ્યાન રાખીને અમે એક વિશેષ કમીટી બનાવી છે અને આવી આશ્રમ શાળાઓની આકસ્મિક મુલાકાત કરવામાં આવશે અને જો તે દરમિયાન કોઈ કચાશ જણાશે કે મેનુ મુજબનું ભોજન ન આપ્યું હોય એવું ધ્યાન આવશે તો આવી આશ્રમશાળામાં સંચાલકો સામે કાર્યવાહી કરાશે અને તેમ છતાં પણ જો તેમાં સુધારો નહીં આવે તો આવી આશ્રમશાળાઓને તાળા પણ લટકાવી દેવામાં કચાસ રાખવામાં આવશે નહીં એવી જીમકી આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલે ઉચારી છે તેમણે કહ્યું કે બાળકોના ભવિષ્ય સાથે ચેડા થતા હોય એ ક્યારેય પણ ચલાવી લેવામાં નહીં આવે



