વાપી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક તા.૨૨મીએ: ૪૫ મુદ્દાઓ પર થશે ચર્ચા-વિચારણા

On: June 21, 2026 5:11 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વાપી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આગામી તા.૨૨/૦૬/૨૦૨૬ સોમવારના રોજ સવારે ૧૧.૩૦ કલાકે સ્થાયી સમિતિ ચેરમેન સતીષભાઈ ગંગારામ પટેલના અધ્યક્ષપણા હેઠળ વાપી મહાનગરપાલિકાના સભાખંડમાં મળશે. આ બેઠકમાં કુલ ૪૫ મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવશે.

બેઠકમાં સૌ પ્રથમ મહાનગરપાલિકાના કાયમી કર્મચારીઓ અને પેન્શનરોને મળવાપાત્ર મોઘવારી ભથ્થાના દરમાં બે ટકાનો વધારો મંજૂર કરવાનો પ્રસ્તાવ રજૂ થશે. ઉપરાંત વસ્તી ગણતરી-૨૦૨૭ અન્વયે તમામ કામગીરી અને ખર્ચ કરવાની સત્તા સિટી સેન્સસ ઓફિસર તથા નાયબ મ્યુનિસિપલ કમિશ્નરને સોંપવા અંગે પણ ચર્ચા થશે. કાયમી કર્મચારીઓને વિભાગીય બઢતી આપવા DPC (Departmental Promotion Committee)ની રચના કરવાનો વિષય પણ એજન્ડામાં સ્થાન પામ્યો છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખર્ચ મંજૂરીના મુદ્દે બેઠકમાં મોરારજી દેસાઈ શોપિંગ સેન્ટર ખાતે નવી ઓફિસ માટે ૧૨૫ KVA DG સેટ મંગાવવા, ડ્રેનેજ વિભાગ, ટાઉન પ્લાનિંગ વિભાગ, વહીવટ, ઘરવેરા/આઈ.ટી., જનસંપર્ક, સેનિટેશન તથા UCD વિભાગના વિવિધ ખર્ચ પત્રક-અ અને પત્રક-બ મંજૂર કરવામાં આવશે. સ્ટ્રીટ લાઇટ કામ દરમ્યાન ખોદવામાં આવેલ કેબલ ટ્રેન્ચ માટે પેવર બ્લોક રિફિટિંગ તથા નામધા વૉર્ડ વિસ્તારમાં નવા પમ્પિંગ મશીનરી ફિટ કરવાનો પ્રસ્તાવ પણ વિચારણા હેઠળ છે.

વ્યવસાયિક સ્થાવર મિલ્કત અને નીતિ-નિર્ણયો અંગે ઑડિટોરિયમ બુકિંગ કૅન્સલ નીતિ, ગેસ્ટ હાઉસ ભાડામાં ફેરફાર, અબ્દુલ કલામ શોપિંગ સેન્ટરના બીજા માળના હૉલ અંગે નિર્ણય, તમામ શોપિંગ સેન્ટર-સ્ટૉલમાં વારસાઈ/નામ ટ્રાન્સફર, તથા કુમારશાળા મેદાન-LIC-C.S.No.૨૨૬૧ સ્થિત શૉપિંગ સેન્ટરનું નામકરણ કરવા અંગે પ્રસ્તાવ ચર્ચા-વિચારણા હેઠળ આવશે. ઉપરાંત ઝેરોક્સ, સ્ટેશનરી, ડિઝાઇન-પ્રિન્ટ અને ડેકોરેટિવ મંડપ સામગ્રી ભાડા ૨૦૨૬-૨૭ ના વાર્ષિક ભાવ નેગોશિએશન બાદ મંજૂર કરવામાં આવશે.

પ્રાણી-નિયંત્રણ ક્ષેત્રે ABC (Animal Birth Control) નિયમો-૨૦૨૩ અન્વયે રખડતા કૂતરા પકડવા, નસબંધી, રસીકરણ અને પુન:સ્થાપન માટે ભાવ મંજૂર કરવા, તથા RFID ચિપ-ઈયર ટૅગ અને રખડતા ઢોર પાંજરાપોળ/ગૌશાળામાં મોકલવા નવી એજન્સી નિમવા સુધી હાલની એજન્સી દ્વારા કામ ચાલુ રાખવાનો વિષય પણ એજન્ડામાં સ્થાન પામ્યો છે.

અન્ય અગત્યના મુદ્દાઓ પૈકી જાહેર બાંધ-કામ શાખાના ૧૦ અને ૬ કામોના ટૅન્ડર, ડામર રોડ કામોમાં કોસ્ટ-એસ્કૅલેશન પ્રાઇઝ-એડજસ્ટમેન્ટ, GST તફાવત ચૂકવણી, ખાનગી હોર્ડિંગ ભાડા, સરદાર પટેલ વેજિટેબલ માર્કેટ-હરાજીની રકમ ન ભરનારાઓ પ્રત્યે કાર્યવાહી, મ્યુનિસિપલ ફૉર કમ ચૉઈસ કર્મચારીઓ, જાહેર ઇજારા અને ઍડ-પૉલિસી મંજૂર કરવા અંગે પ્રસ્તાવ ચૅરમૅન-સ્થાનેથી રજૂ થશે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!