ટેલિકોમ કંપનીનાં ખોદકામ સમયે ગેસ લાઈન લીકેજ થતા આગ લાગી, લક્ષ્મી હોટલ આગ ની ચપેટ માં આવતા બે કર્મચારી દાઝયા 

On: June 3, 2026 12:11 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ટેલિકોમ કંપનીએ ખોદકામ પૂર્વે ગેસ કંપની ને જાણ કરી હતી કે કોઈ પરવાનગી લીધી હતી કે કેમ? જો ના લીધી હોય તોં બેદરકારી ની ફરિયાદ ટેલિકોમ કંપની સામે દાખલ કરવી જોઈએ

વાપી માં વિકાસ ના નામે આડેધડ ખોદકામ થઇ રહ્યું છે સામાન્ય પ્રજા ની હાલાકી સાથે તંત્ર ને જાણે કોઈ લેવા દેવા નહિ હોય એમ જ્યાં જુઓ ત્યાં નવા નવા પ્રોજેક્ટ ને લઇ ને ખોદકામ રોડ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે ત્યારે  ટેલિકોમ કંપનીનાં પાઇપો અને કેબલો નાખવા માટે થઇ રહેલા ખોદકામમાં ગેસ ની લાઈન લીકેજ થતા તુરંત આગ પકડી લીધી હતી. આગ જ્વાળા એટલી પ્રબળ હતી કે નજીક માં આવેલ હોટલ લક્ષ્મીને તેની ચપેટમાં લઇ લીધી જ્યાં કામ કરી રહેલા બે કર્મચારી પણ ગંભીર રીતે દાઝી ગયા જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પીટલમાં ખાસેડવા પડ્યા. ઘટના બનતા આસપાસ થી લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા 

નોંધણીય છે કે ઘટના બની ત્યારે ટેલિકોમ વિભાગ દ્વારા ખોદકામ અંગે ગેસ વિભાગની પરવાનગી લીધી હતી કે કેમ? તેમજ ખોદકામ અંગે આગોતરી જાણ ગેસ વિભાગ ને કરાઈ હતી કે કેમ જો કોઈ પરવાનગી લીધી ના હોય અને આડેધડ ખોદકામ કરવામાં આવ્યું હોય તોં ટેલિકોમ વિભાગ ની ગંભીર બેદરકારી છે તેમની આ બેદરકારી ને કારણે બે વ્યક્તિ દાઝી ગયા છે આવી બેદરકારી દાખવવા માટે ટેલિકોમ કંપની સામે બેદરકારી ની પોલીસ ફરિયાદ નોંધવી જરૂરી છે સાથે જ ઈજાગરસ્તો ને થયેલ હોસ્પીટલ ખર્ચ અને હોટલ માં થયેલ નુકશાની પણ ટેલિકોમ કંપની દ્વારા ચૂકવવા માં આવે એ જરૂરી છે કારણ કે બેદરકારી દાખવી કરેલ કામ માં બે લોકો ગંભીર રીતે દાઝી જવા પામ્યા હોય ત્યારે પોલીસે સમગ્ર બાબતે ખુદ ફરિયાદી બની ટેલિકોમ કંપની સામે ગુનો દાખલ કરવો જોઈએ જેથી બીજી વાર આવી ઘટના નું પુનરાવર્તન ના થાયઃ અને અન્ય કંપનીઓ પણ આડેધડ ખોદકામ કરતા પૂર્વે એક વાર વિચારે..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!