
અત્રે ચણોદ સ્થિત કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ વાપીમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત અંતર્ગત N.S.S. (રાષ્ટ્રીય સેવા યોજના) યુનિટ કાર્યરત છે. વર્ષ દરમિયાન N.S.S. ના સ્વયંસેવકો વિવિઘ સેવાકીય પ્રવૃતિઓ તેમજ જાગૃતિના પ્રોગામમાં જોડાઈને વ્યક્તિ, સમાજ અને દેશના વિકાસમાં ભાગીદાર બને છે. સદર કોલેજના N.S.S. યુનિટનો વાર્ષિક શિબિર શ્રમ, સેવા, જાગૃતિ અને વ્યક્તિત્વ વિકાસ હેતુ હેઠળ વનિતાબેન શોભાગચંદ શાહ વિધ્યામંદિર, ભેંસદરા, તા. ધરમપુર, જિ. વલસાડ મુકામે યોજાયો હતો. જેમાં ૫૦ સ્વયંસેવકો અને N.S.S.ના પ્રોગ્રામ ઓફિસર ડો. ખુશ્બુ બી. દેસાઈ અને સભ્યોમાં ડો. મયુર પટેલ, શ્રી જિગર ટંડેલ, સુશ્રી દિપાલી પટેલ અને સુવર્ણા બેંડલે એ ભાગ લીઘો હતો. શિબિરના ઉદ્ઘાટનમાં અતિથિ વિશેષ શ્રી ચિરાગ પટેલ (ચેરમેન-આઈ ડ્રીમ ફાઉંડેશન વાપી) , શ્રી હેમંત પંત , શ્રીમતિ ભારતી સુમેરિયા, શ્રીમતિ હર્ષિતા આર. શાહ (ટ્રસ્ટીશ્રી) તથા આશ્રમશાળાના આચાર્ય ઈશ્વરભાઈ પટેલ તેમજ અતિથિ વિશેષ તરીકે શ્રીમતિ અપેક્ષાબેન પટેલ (તાલુકા પંચાયત કારોબારી સભ્યશ્રી, ધરમપુર) હાજર રહ્યા હતા. મહાનુભવોએ N.S.S.ના સ્વયંસેવકો તેમજ આશ્રમશાળાના વિઘાર્થીઓને N.S.S. ના કાર્યની વિગતવાર માહિતી આપતા વ્યક્તિ, સમાજ અને દેશના વિકાસમાં ભાગીદાર બનવા અનુરોઘ કર્યો હતો. શિબિરના સપ્તાહ દરમ્યાન વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે ગ્રામજનોમાં જાગૃતિ લાવવા માટે સરકારી યોજના મેગા ડ્રાઇવ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ફેફસાના સ્વાસ્થ્ય અને વ્યક્તિગત સ્વચ્છતા પર સેમિનાર, તેમજ ગ્રામજનો માટે આરોગ્ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક જવાબદારીને પ્રેરણા આપવા માટે “રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની ભૂમિકા” પર સત્રનું પણ આયોજન કર્યું હતુ. શિસ્ત અને તંદુરસ્તી કેળવવા માટે દરરોજ પ્રભાતફેરી અને વોર્મ-અપ કસરતો યોજવામાં આવી હતી. ખેડુતોને અને વિઘાર્થીઓને કુદરતી આપાતકાલીન દરમ્યાન સ્વ-બચાવ માટેની તાલીમ (શ્રી મુકેશભાઈ ઉપાધ્યાય, વાપી) દ્વારા આપવામાં આવી હ્તી. ગ્રામજનો અને શાળાના બાળકો માટે રાત્રિ દરમ્યાન વિવિઘ સાંસ્કૃતિક પ્રવૃતિઓ, રમતો, સંગીત, નાટિકા તથા નૃત્યકલાનું આયોજન કરેલુ હતું. કેમ્પ દરમિયાન દરરોજના રસોઈકામની વ્યવસ્થા સ્વયંસેવકો દ્વારા તથા શાળાના મેદાનની સફાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત શિબિરના દિવસો દરમિયાન “ગામના જરૂરિયાતમંદ તથા શાળાના બાળકોને “વસ્ત્રદાન તથા કોલેજના ટ્રસ્ટીઓ તરફથી પાણીની બોટલ તથા ચોકલેટ, શ્રી હેમંત પંત તરફથી સ્ટેશનરી કીટઅને શ્રી ચિરાગ પટેલ તરફથી રમત-ગમતના સાઘન સામગ્રી નું વિતરણ કરવામાં આવ્યુ હતું. શિબિરના સમાપન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કોલેજના આચાર્ય ડો. પૂનમ બી. ચૌહાણ તેમજ શ્રી હેમંત પંત હાજર રહ્યા હતા. ડો. પૂનમ બી. ચૌહાણે તેમના વ્યક્ત્વયમાં N.S.S.ના સ્વયંસેવકોને તેમની સેવાકીય કામગીરીને બિરદાવતા ભવિષ્યમાં પણ તેઓ ઉમદા સેવાના કાર્યમાં જોડાઈને દેશના વિકાસ માટે ભાગીદાર બને તેવુ આહવાન આપ્યુ હતું. વાર્ષિક શિબિરના ઉમદા કાર્ય માટે N.S.S. યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડો. ખુશ્બુ બી. દેસાઈએ ભારે જહેમત ઉઠાવી હતી. આમ સમગ્ર N.S.S. વાર્ષિક શિબિર સફળ રહેતા કોલજના આચાર્યએ N.S.S. વાર્ષિક શિબિર માટે યજમાન શાળાની વ્યવસ્થા પૂરી પાડનાર તેમજ N.S.S.ના પ્રોગ્રામ ઓફિસર ડો. ખુશ્બુ બી. દેસાઈ તથા તેમની ટીમ અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો.



